CRએ સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ટિકિટના ભાવ 10થી વધારીને 50 રૂપિયા કર્યા
ફાઈલ તસવીર
સેન્ટ્રલ રેલવેએ પ્લૅટફૉર્મ પર ભીડ ખાળવા એનાં સાત મહત્ત્વનાં સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ટિકિટના ભાવમા પાંચગણો વધારો કર્યો છે. હાલની ૧૦ રૂપિયાની ટિકિટ સામે લોકોએ હવે ૫૦ રૂપિયા ચૂકવવા પડશે. સેન્ટ્રલ રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર, લોકમાન્ય તિલક ટર્મિનસ, થાણે, કલ્યાણ, ભિવંડી અને પનવેલ સ્ટેશન પર પ્લૅટફૉર્મ ટિકિટ માટે ૧૦ને બદલે ૫૦ રૂપિયા ચૂકવવા પડશે. આ ભાવ ૧૫ જૂન સુધી લાગુ રહેશે. જોકે વેસ્ટર્ન રેલવેએ આ બાબતે હજી કોઈ નિર્ણય લીધો નથી.

