એક કરોડની વસ્તી ધરાવતા મુંબઈને સ્વચ્છ રાખવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા રોજ સફાઈ થાય છે, પણ હાલમાં બે દિવસ માટે ગઈ કાલે અને આજે BMC દ્વારા એ માટે સ્પેશ્યલ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
મુંબઈ સ્વચ્છ રાખવા માટે અભિયાન શરુ.
અંદાજે એક કરોડની વસ્તી ધરાવતા મુંબઈને સ્વચ્છ રાખવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા રોજ સફાઈ થાય છે, પણ હાલમાં બે દિવસ માટે ગઈ કાલે અને આજે BMC દ્વારા એ માટે સ્પેશ્યલ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં કેટલાંક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)નો પણ સાથ-સહકાર લેવામાં આવ્યો હતો.
આ અભિયાન અંતર્ગત ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધી...
ADVERTISEMENT
l૨૦૪૭ બૅરિકેડ્સ ધોઈને સાફ કરવામાં આવ્યાં
lઆ સફાઈ-અભિયાનમાં જોડાયેલા કુલ ૨૦૩૧ મેમ્બર્સમાં BMCના ૧૩૬૨ અને NGOના ૬૬૯ વૉલન્ટિયર્સે ભાગ લીધો હતો
lકુલ ૧૮૫ વાહનો અને મશીન સાફસફાઈ માટે ઉપયોગમાં લેવાયાં જેમાં JCB, ડમ્પર, વૉટર ટૅન્કર, મેકૅનિકલ સ્વીપર અને ફાયરેક્સ મશીનનો સમાવેશ હતો
l૩૮૯ ટન કચરો BMCના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે એકઠો કર્યો હતો
l૩૨૩ ટન કન્સ્ટ્રક્શનને લગતો કાટમાળનો નિકાલ કરવામાં આવ્યો
lબાવન ટન કાંકરા, પથરા અને માટી વગેરે હટાવાયાં
l૧૪ ટન શાકભાજી અને ગાર્ડનને લગતાં ડાળી-ડાળખાં હટાવાયાં
આ સફાઈ અભિયાન આજે પણ ચાલુ રહેશે.