ગઈ કાલે ઍરપોર્ટ પર કરવામાં આવેલી મૉક ડ્રિલ હતી જેમાં ડમી ફ્લાઇટ તૈયાર કરીને એને આગ લગાવવામાં આવી હતી
તસવીર : આશિષ રાણે
આ વાંચીને કદાચ તમને એવું લાગ્યું હશે કે કોઈએ મસ્તી કરી હશે, પણ એવું નહોતું. આ ગઈ કાલે ઍરપોર્ટ પર કરવામાં આવેલી મૉક ડ્રિલ હતી જેમાં ડમી ફ્લાઇટ તૈયાર કરીને એને આગ લગાવવામાં આવી હતી. ત્યાર બાદ એક ડમી પૅસેન્જર ફ્લાઇટમાં આગ લાગી હોવાનો કૉલ કરે છે. ઍરપોર્ટની ફાયર બ્રિગેડ અને ઍમ્બ્યુલન્સનો રિસ્પૉન્સ ટાઇમ તેમ જ પૅસેન્જરને કેટલા સમયમાં બચાવી લેવામાં આવે છે એ ચકાસવા માટે આ એક્સરસાઇઝ રાખવામાં આવી હતી. ઍરપોર્ટની ઇન્ટરનલ ફાયર બ્રિગેડ આવી ઘટનાઓ વખતે ત્રણ મિનિટમાં પહોંચી જવી જોઈએ જે ગઈ કાલની મૉક ડ્રિલ વખતે બે મિનિટમાં પહોંચી હતી. ચાર ઍમ્બ્યુલન્સને શહેરની ચાર જુદી-જુદી હૉસ્પિટલમાં ડમી પેશન્ટ સાથે મોકલવામાં આવી હતી.

