સોમવારે સાંજે ભિવપુરી અને કર્જત રેલવે-સ્ટેશન વચ્ચે ટ્રેનની ટક્કર લાગતાં ૨૮ વર્ષના એક યુવકે જીવ ગુમાવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના સબર્બન રેલવે નેટવર્કમાં બે દિવસમાં ૪ મુસાફરોએ ટ્રેનની અડફેટે આવીને જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક મુસાફરે ટ્રેનમાંથી પડી જતાં જીવ ગુમાવ્યો હતો. સોમવારે સાંજે ભિવપુરી અને કર્જત રેલવે-સ્ટેશન વચ્ચે ટ્રેનની ટક્કર લાગતાં ૨૮ વર્ષના એક યુવકે જીવ ગુમાવ્યો હતો. મંગળવારે સવારે ૭ વાગ્યે એક્સપ્રેસ ટ્રેનની ટક્કર લાગવાને કારણે ખડવલી સ્ટેશન નજીક એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. બપોરે ૩૩ વર્ષનો એક મુસાફર આસનગાવ સ્ટેશન નજીક ટ્રૅક પર ચાલી રહ્યો હતો ત્યારે કામખ્યા એક્સપ્રેસની ટક્કર લાગતાં તેણે જીવ ગુમાવ્યો હતો. મંગળવારે રાતે વસઈ-દિવા લાઇન પર ભિવંડી સ્ટેશન નજીક એક્સપ્રેસ ટ્રેનની ટક્કર લાગવાથી ૩૫ વર્ષના પુરુષે જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત મંગળવારે સવારે કલ્યાણ રેલવે-સ્ટેશન નજીક લોકલ ટ્રેનમાં વધુ પડતી ભીડને કારણે ૩૦ વર્ષના એક યુવકે ચાલતી ટ્રેનમાંથી પડી જતાં જીવ ગુમાવ્યો હતો.


