ક્લસ્ટર ડેવલપમેન્ટ પર ભાર મૂકતાં શિંદેએ કહ્યું હતું કે આને લીધે અર્બન વિસ્તારોમાં વેલ-પ્લાન્ડ સિટી ઊભી કરી શકાશે.
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને હાઉસિંગ તેમ જ અર્બન ડેવલપમેન્ટ ખાતાના પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે જાહેરાત કરી હતી કે આગામી પાંચ વર્ષમાં મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) આખા રાજ્યમાં ૮ લાખ ઘર બનાવશે.
ગઈ કાલે કોંકણ ડિવિઝનની લૉટરીના ડ્રૉની ઘોષણા કરતી વખતે તેમણે આ જાહેરાત કરી હતી. તેમનું કહેવું છે કે લૉટરીના ડ્રૉમાં પારદર્શકતાને લીધે MHADAનાં ઘરોમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. આ જ કારણસર કોંકણ ડિવિઝનનાં ૨૧૪૭ ઘરો માટે ૩૧,૦૦૦ અરજીઓ આવી હતી.
ADVERTISEMENT
ક્લસ્ટર ડેવલપમેન્ટ પર ભાર મૂકતાં શિંદેએ કહ્યું હતું કે આને લીધે અર્બન વિસ્તારોમાં વેલ-પ્લાન્ડ સિટી ઊભી કરી શકાશે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રવિવારે થાણેમાં ઘણા ક્લસ્ટર પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવાના છે.

