મીરા રોડમાં રહેતો ટીનેજર સ્લોપ પરથી સ્પીડમાં ઊતરતી વખતે સાઇકલ પર કન્ટ્રોલ ન રાખી શકતાં સાઇકલ દીવાલ સાથે અથડાઈ હતી એમાં તેનું કરુણ મૃત્યુ થયું હતું.
સ્લોપ પર સાઇકલ કન્ટ્રોલ ન કરી શક્યો ટીનેજર, દીવાલ સાથે અથડાવાથી મોત
મીરા રોડમાં રહેતો ટીનેજર સ્લોપ પરથી સ્પીડમાં ઊતરતી વખતે સાઇકલ પર કન્ટ્રોલ ન રાખી શકતાં સાઇકલ દીવાલ સાથે અથડાઈ હતી એમાં તેનું કરુણ મૃત્યુ થયું હતું.
મીરા રોડમાં રહેતો ૧૭ વર્ષનો નીરજ યાદવ સોમવારે સાઇકલ ચલાવીને ભાઈંદરની ખાડી પાસે આવેલા ઘોડબંદર કિલ્લા પર પહોંચી ગયા હતો. ત્યાંથી ઊતરતી વખતે સ્લોપ હતો એટલે સાઇકલે સ્પીડ પકડી લેતાં તે સ્પીડ કન્ટ્રોલ કરી શક્યો નહોતો. બીજું, સાંકડી ગલીમાં સામેથી લોકો આવી રહ્યા હોવાથી તે સાઇડ કાપવા ગયો, પરંતુ ત્યાં પણ સહેજ ઊંચો સ્લોપ હોવાથી તે સાઇકલ પર કન્ટ્રોલ નહોતો રાખી શક્યો એટલે સાઇકલ સાથે બાજુની દીવાલ સાથે જોશભેર અથડાયો હતો, જેને કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. તરત જ લોકોએ તેને ઉઠાડવાની કોશિશ કરી હતી. જોકે તે રિસ્પૉન્સ ન આપતો હોવાથી તેને નજીકની સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ આખી ઘટના એ સ્થળે આવેલી એક દુકાનના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી.