ટેમ્પો નાગપાડાની એક મીઠાઈની દુકાનમાં આ થેલીઓ સપ્લાય કરવાનો હતો. BMCના અધિકારીઓએ પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરીને એના માલિકને દંડ ફટકાર્યો હતો.
નાગપાડાની જાણીતી મીઠાઈની દુકાનમાં એ થેલીઓ સપ્લાય થવાની હતી એ દેખાડી રહેલા BMCના અધિકારી.
માટુંગા ટ્રાફિક-પોલીસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગુરુવારે સંયુક્ત કાર્યવાહી કરીને માટુંગાથી ૩૦૦ કિલો પ્લાસ્ટિકની પ્રતિબંધિત થેલીઓનો જથ્થો પકડી પાડ્યો હતો. માટુંગામાં ટ્રાફિક-પોલીસ તેમની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે એક ટેમ્પો સિગ્નલ બ્રેક કરીને પૂરઝડપે ભાગ્યો હોવાની શંકા જતાં ટ્રાફિક-પોલીસે પીછો કર્યો હતો અને એને આંતરીને તપાસ કરતાં એમાંથી પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી.
ADVERTISEMENT
ટેમ્પોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો માલ અનલોડિંગ કરાવી રહેલા પોલીસ અને BMCના અધિકારીઓ.
એ પછી તરત BMCને જાણ કરવામાં આવતાં ‘એફ’ વૉર્ડના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે ચકાસણી કરીને કહ્યું હતું કે આ પ્લાસ્ટિકની બૅગ્સ પર પ્રતિબંધ છે. ટેમ્પો નાગપાડાની એક મીઠાઈની દુકાનમાં આ થેલીઓ સપ્લાય કરવાનો હતો. BMCના અધિકારીઓએ પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરીને એના માલિકને દંડ ફટકાર્યો હતો.

