Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મરાઠા અનામતના મામલે મનોજ જરાંગે ફરી આક્રમક

મરાઠા અનામતના મામલે મનોજ જરાંગે ફરી આક્રમક

Published : 17 May, 2026 07:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકારને ૩૦ મે સુધીનું અલ્ટિમેટમ, એ પછી આમરણ અનશન

મનોજ જરાંગે

મનોજ જરાંગે


મરાઠા અનામતના મુદ્દા પર મરાઠા પ્રદર્શનકારી નેતા મનોજ જરાંગે પાટીલ ફરી એક વાર આક્રમક બન્યા છે. તેમણે રાજ્યવ્યાપી વિરોધ-પ્રદર્શનની જાહેરાત કરી છે. ગઈ કાલે સવારે તેમણે સરકાર સમક્ષ કેટલીક માગણીઓ મૂકી હતી. તેમણે મરાઠા સમુદાયને ૩૦ મે સુધીમાં કુણબી પ્રમાણપત્ર આપવાની માગણી પણ કરી હતી.

પત્રકાર-પરિષદ પછી મરાઠા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી મનોજ જરાંગેએ વિરોધ-પ્રદર્શનની તારીખ જાહેર કરી હતી. તેઓ ૩૦ મેથી આમરણ અનશન પર જશે. તેમણે રાજ્યભરમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ-પ્રદર્શન કરવાનું પોતાનું વલણ પણ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે ‘વિરોધ શરૂ થાય એ પહેલાં સરકારે વિરોધ અંગે યોગ્ય પગલાં લેવાં જોઈએ. એક વાર વિરોધ શરૂ થઈ જાય પછી પાછા હટીશું નહીં અને કોઈની વાત સાંભળીશું નહીં.’ 



શું માગણીઓ કરી?
મનોજ જરાંગેએ વિવિધ માગણીઓ કરી છે કે ‘સરકારે મરાઠા અનામત અંગેની પેટા-સમિતિને બરતરફ કરવી જોઈએ. આ સમિતિ કંઈ કરી રહી નથી. અનામત માટે નવી સમિતિની રચના કરવી જોઈએ. હૈદરાબાદ ગૅઝેટ મુજબ મરાઠા સમુદાયને કુણબી પ્રમાણપત્રોનું વિતરણ બંધ થઈ ગયું છે એ ફરી શરૂ કરવું જોઈએ.’. 
 સરકારને અલ્ટિમેટમ આપતાં મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘સરકારે ૩૦ મે સુધીમાં મરાઠા અનામત અંગેની તમામ માગણીઓ સ્વીકારવી જોઈએ. સરકારે સાતારા, પુણે અને કોલ્હાપુર રાજ્યોના ગૅઝેટનો અમલ કરવો જોઈએ. ઉપરાંત મરાઠા વિરોધીઓ સામે નોંધાયેલા કેસ તાત્કાલિક પાછા ખેંચવા જોઈએ. અમે એક પણ વ્યક્તિને બંધ કરવામાં આવે એ સહન કરીશું નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK