પ્રજ્ઞા ઠાકુર ઉપરાંત લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત, ચતુર્વેદી અને કુલકર્ણી, અજય રાહીકર, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય અને સુધાકર દ્વિવેદી પણ આ કેસમાં આરોપી ઠેરવાયા હતા
પ્રજ્ઞા સિંઘ ઠાકુર - તસવીર એએફપી
ભારતીય જનતા પક્ષનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર (Pragya Signh Thakur), આજે બુધવારે મુંબઇમાં સ્પેશ્યલ એનાઇએ (Mumbai Special court NIA) કોર્ટ સામે હાજર થશે. તેઓ 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસને (Malegaon Blast Case) મામલે કોર્ટમાં હાજર થશે. તેમના વકીલ જે પી મિશ્રાએ આ માહિતી આપી હતી. પ્રજ્ઞા ઠાકુર ઉપરાંત લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત, ચતુર્વેદી અને કુલકર્ણી, અજય રાહીકર, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય અને સુધાકર દ્વિવેદી પણ આ કેસમાં આરોપી ઠેરવાયા હતા.
ભારતીય જનતા પાર્ટી એમપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તથા અન્ય આરોપીઓને અનલૉફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (UAPA), ધી એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ અને ધી ઇન્ડિયન પિનલ કોડ(IPC) હેઠળ ગુનેગાર ઠેરવવામાં આવ્યા છે. તેમની પર લગાડાયેલા આક્ષેપોમાં સેક્શન 120 (બી) - ક્રિમિનલ કોન્સ્પિરસી, 302 હત્યા, 307 - હત્યાનો પ્રયાસ, 324 જાણીજોઇને ઇજા પહોંચાડવાનો પ્રયાસ અને 153 (એ) - બે ધાર્મિક જૂથો વચ્ચે શત્રુતા વધારવાનો પ્રયાસ - નો સમાવેશ થાય છે
ADVERTISEMENT
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં છ જણાના મોત થયા હતા અને 100 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ માટે માલેગાંવની એક મસ્જિદની પાસે પાર્ક કરેલી મોટરસાઇકલ પર બંધાયેલા એક્સપ્લોઝિવ જવાબદાર હતા. આ ઘટના 2008 સપ્ટેમ્બરની 29મી તારીખે થઇ હતી.

