ગિરગામમાં વી. પી. રોડ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા શ્રી દેવકોરબાઈ ચૅરિટેબલ ટ્રસ્ટના શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રિ નિમિત્તે પૂજા-પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.
મહાશિવરાત્રી 2024
ગિરગામમાં વી. પી. રોડ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા શ્રી દેવકોરબાઈ ચૅરિટેબલ ટ્રસ્ટના શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રિ નિમિત્તે પૂજા-પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૮ વાગ્યે, બપોરે ૧૨ વાગ્યે, રાત્રે ૮ વાગ્યે અને મધરાતે ૧૨ વાગ્યે શિવજીની મહાઆરતી થશે. વિશેષમાં ઘીનાં કમળનાં દર્શન તેમ જ બરફનાં ૧૨ જ્યોતિર્લિંગનાં દર્શનનો લાભ પણ સાંજે ૪થી રાત્રે ૧૨ વાગ્યા સુધી ભક્તજનોને મળશે.

