મહારાષ્ટ્ર હાઇવે પોલીસે ગઈ કાલે ગયા વર્ષે રાજ્યભરમાં કેટલા અકસ્માત થયા હતા અને એમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા એના આંકડા જાહેર કર્યા છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર હાઇવે પોલીસે ગઈ કાલે ગયા વર્ષે રાજ્યભરમાં કેટલા અકસ્માત થયા હતા અને એમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા એના આંકડા જાહેર કર્યા છે. ૨૦૨૪માં રાજ્યમાં કુલ ૩૬,૦૮૪ અકસ્માત થયા હતા, જેમાં ૧૫,૩૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. ૨૦૨૩ની તુલનામાં અકસ્માતમાં વધારો થયો હતો, પણ જીવ ગુમાવનારાઓની સંખ્યામાં નજીવો ઘટાડો નોંધાયો હતો. સૌથી વધુ ૧૯ ટકા અકસ્માત મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થયા હતા. રાજ્યમાં તમામ પ્રકારનાં કુલ ૩.૮ કરોડ વાહનો હોવાનું હાઇવે પોલીસે જણાવ્યું છે.

