મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવારના બળવા બાદ ઝડપથી ઘટનાક્રમ ફેરવાઈ રહ્યા છે. એનસીપી ચીફ શરદ પવારના ભત્રીજા અજિત પવારે રવિવારે મહારાષ્ટ્ર સરકારમાં ઉપમુખ્યમંત્રી તરીકે સામેલ થઈને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)માં ભાગલા પાડી દીધા.
Maharashtra Politics
અજિત પવાર (તસવીર સૌજન્ય મિડ-ડે)
સોમવારે શરદ પવારે (Sharad Pawar) સાંસદ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુળેએ બંને વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો હતો. આ જાહેરાત બાદ તરત જ અજિત પવારે પણ એક નવી ટીમ બનાવી. તેમણે સાંસદ સુનીલ તટકરેને મહારાષ્ટ્રના (Maharashtra) પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવારના બળવા બાદ ઝડપથી ઘટનાક્રમ ફેરવાઈ રહ્યા છે. એનસીપી ચીફ શરદ પવારના ભત્રીજા અજિત પવારે રવિવારે મહારાષ્ટ્ર સરકારમાં ઉપમુખ્યમંત્રી તરીકે સામેલ થઈને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)માં ભાગલા પાડી દીધા. ત્યાર બાદ 24 વર્ષ પહેલા શરદ પવાર દ્વારા સ્થાપિત પાર્ટીમાં સંકટ પેદા થયું. સોમવારે શરદ પવારે સાંસદ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીમાંથી બહાર ફેંકી દીધા. શરદ પવારની દીકરી અને સાંસદ સુપ્રિયા સુળેએ બન્ને વિરુદ્ધ એક્શન લેવા માટે પત્ર લખ્યો હતો. આ જાહેરાતની તરત બાદ અજિત પવારે પણ નવી ટીમ બનાવી લીધી. તેમણે સાંસદ સુનીલ તટકરેને મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર રાજનૈતિક સંકટની 10 મોટી અપડેટ્સ
1. શરદ પવારે પ્રફુલ પટેલને NCPના કાર્યકારી અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. સુનીલ તટકરેને પણ બરતરફ કરવામાં આવ્યા છે. આ પછી પ્રફુલ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જયંત પાટિલને મહારાષ્ટ્ર એનસીપીના અધ્યક્ષ પદેથી હટાવી દીધા હતા.
2. અજિત પવાર જૂથના નેતા પ્રફુલ પટેલે પણ NCP પર દાવો કર્યો છે. તેમણે સોમવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે માત્ર સુનીલ તટકરે જ નિમણૂંક કરશે. પક્ષ કે ચૂંટણી પંચ કોઈપણ ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લઈ શકે નહીં. આ કામ માત્ર વિધાનસભાના સ્પીકર જ કરી શકે છે.
3. પ્રફુલ પટેલે કહ્યું કે શરદ પવારનો નિર્ણય NCPનો નિર્ણય નથી. તેઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અજિત પવાર એનસીપીના વિધાનમંડળના નેતા હશે. તેમની સત્તાવાર પસંદગી કરવામાં આવી છે. અમે તેમને (શરદ પવાર)ને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તેઓ અમારા ગુરુ હોવાથી અમને તેમના આશીર્વાદ આપે.
4. એનસીપીમાં બળવો વચ્ચે, શરદ પવારે તેમના ગુરુ, ભૂતપૂર્વ સીએમ યશવંત રાવ ચવ્હાણની સતારામાં કરાડ ખાતેની સમાધિને શ્રદ્ધાંજલિ આપી અને નવી શરૂઆત માટે સંકલ્પ કર્યો. આ અવસર પર પાર્ટીએ અજિત પવારની સાથે રહેલા તમામ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો ઠરાવ પસાર કર્યો હતો.
5. શરદ પવાર વિરુદ્ધ બળવો કરનારા NCP ધારાસભ્યોને મળ્યા બાદ અજિત પવાર દેવેન્દ્ર ફડણવીસના ઘરે પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવારના ઘરે ધારાસભ્યો વચ્ચે સત્તાની વહેંચણીને લઈને ચર્ચા થઈ હતી. આ પછી અજિત પવારે પ્રેસ કોન્ફરન્સ કરી નવી ટીમની જાહેરાત કરી. અજિત પવારે સુનીલ તટકરેને મહારાષ્ટ્ર NCPના અધ્યક્ષ બનાવ્યા.
6. NCPએ અજિત પવારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ગયેલા ત્રણ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. આ ત્રણ નેતાઓમાં પાર્ટીના પ્રદેશ મહાસચિવ શિવાજી રાવ ગર્જે, અકોલા શહેર જિલ્લા પ્રમુખ વિજય દેશમુખ અને મુંબઈ વિભાગના કાર્યકારી અધ્યક્ષ નરેન્દ્ર રાણેનો સમાવેશ થાય છે.
7. અજિત પવાર અને અન્ય 8 ધારાસભ્યોના બળવા બાદ એનસીપીએ વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર અને ચૂંટણી પંચને તમામ બળવાખોરોને ગેરલાયક ઠેરવવા માટે પત્ર લખ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીની કમાન શરદ પવાર પાસે છે. અજિતના પક્ષ પરના દાવા સંબંધિત કોઈપણ અપીલ પર પગલાં લેતા પહેલા, તેમનો પક્ષ પણ સાંભળો.
8. NCPમાં વિભાજન થયાના બીજા દિવસે સોમવારે કોંગ્રેસે વિપક્ષના નેતા પદ પર પોતાનો દાવો રજૂ કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાટનું કહેવું છે કે વિપક્ષનો નેતા કોંગ્રેસ તરફથી જ હોવો જોઈએ. આ મુદ્દે કોંગ્રેસની બેઠક પણ યોજાવા જઈ રહી છે.
9. દરમિયાન, પાર્ટીએ જિતેન્દ્ર આવ્હાડને વિધાનસભામાં વિપક્ષના નેતા અને મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ અજિત પવાર પાસે આ જવાબદારી હતી.
10. પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ સોમવારે માતોશ્રી ખાતે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે રણનીતિ અંગે ચર્ચા કરશે. સંજય રાઉતે કહ્યું કે અજિત પવારના કેબિનેટમાં પ્રવેશનો અર્થ છે કે એકનાથ શિંદે વિદાય લઈ રહ્યા છે. તેઓ હવે મુખ્યમંત્રી નહીં રહે. તે જ સમયે, NCPમાં ભંગાણ પછી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને મમતા બેનર્જીએ શરદ પવારને ફોન કરીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.