પાલઘર જિલ્લાના સલવાડ શિવાજીનગર વિસ્તાર ખાતેના બોઇસર-તારાપુર MIDCમાં આવેલી યુકે ઍરોમૅટિક ઍન્ડ કેમિકલ નામની ફૅક્ટરીમાં ગઈ કાલે સાંજે ૬.૧૫ વાગ્યે ધડાકો થયા બાદ આગ ફાટી નીકળી હતી
કેમિકલની કંપનીમાં લાગેલી આગ
પાલઘર જિલ્લાના સલવાડ શિવાજીનગર વિસ્તાર ખાતેના બોઇસર-તારાપુર MIDCમાં આવેલી યુકે ઍરોમૅટિક ઍન્ડ કેમિકલ નામની ફૅક્ટરીમાં ગઈ કાલે સાંજે ૬.૧૫ વાગ્યે ધડાકો થયા બાદ આગ ફાટી નીકળી હતી. આગની જાણ કરાયા બાદ ફાયર-બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર-બ્રિગેડના પ્રવક્તાના જણાવ્યા મુજબ આગ લાગ્યા બાદ ફૅક્ટરીમાં કામ કરનારા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા એટલે કોઈ જાનહાનિ નહોતી થઈ. તેમના કહેવા મુજબ ફૅક્ટરીમાં પહેલાં એક મોટો ધડાકો થયો હતો અને પછી આગ લાગી હતી. આગ કેમિકલ કંપનીની આસપાસના યુનિટમાં પણ ફેલાઈ હતી અને આકાશમાં દૂર સુધી કાળો ધુમાડો પ્રસરી ગયો હતો.