મીરા-ભાઈંદરમાં સત્તાધારી મહાયુતિ, મહા વિકાસ આઘાડી અને અપક્ષ વિધાનસભ્ય વચ્ચે થશે જોરદાર જંગ
મહારાષ્ટ્ર મહાસંગ્રામ
ગીતા જૈન
ગુજરાતીઓ, જૈનો અને રાજસ્થાનીઓની બહોળી વસ્તી ધરાવતા મીરા-ભાઈંદરની વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ તરફથી ભારતીય જનતા પાર્ટી (BJP)ને અને મહા વિકાસ આઘાડી વતી કૉન્ગ્રેસને બેઠક ફાળવવામાં આવી છે. જોકે ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં BJPના ઉમેદવાર નરેન્દ્ર મહેતાને હરાવીને વિધાનસભ્ય બનેલાં ગીતા જૈનને મહાયુતિ કે મહા વિકાસ આઘાડી બેમાંથી કોઈએ ટિકિટ ન આપતાં તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ગઈ કાલે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો એટલે ચર્ચા હતી કે ગીતા જૈન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના કહેવાથી ઉમેદવારી પાછી ખેંચશે. જોકે ગીતા જૈને ઉમેદવારી પાછી નથી લીધી.
આથી ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ મીરા-ભાઈંદર વિધાનસભાની ચૂંટણીમાં BJPના નરેન્દ્ર મહેતા, કૉન્ગ્રેસના મુઝફ્ફર હુસૈન અને અપક્ષ ગીતા જૈન વચ્ચે મુકાબલો થશે.
ADVERTISEMENT
17
મીરા-ભાઈંદર બેઠક પર ગઈ કાલે ૬ લોકોએ ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ આટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.