Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદાની એક્સપોર્ટ પર લાદવામાં આવેલી ૨૦ ટકા ડ્યુટી દૂર કરવા અજિત પવારનો કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલને પત્ર

કાંદાની એક્સપોર્ટ પર લાદવામાં આવેલી ૨૦ ટકા ડ્યુટી દૂર કરવા અજિત પવારનો કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલને પત્ર

Published : 21 December, 2024 02:45 PM | Modified : 21 December, 2024 02:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્ર સરકારે કાંદાની એક્સપોર્ટ પર ૨૦ ટકા ડ્યુટી લગાડી છે એ રદ કરવા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કેન્દ્ર સરકારના વેપાર અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખીને વિનંતી કરી છે.

અજિત પવાર, પીયૂષ ગોયલ

અજિત પવાર, પીયૂષ ગોયલ


કેન્દ્ર સરકારે કાંદાની એક્સપોર્ટ પર ૨૦ ટકા ડ્યુટી લગાડી છે એ રદ કરવા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કેન્દ્ર સરકારના વેપાર અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખીને વિનંતી કરી છે.


અજિત પવારે તેમના પત્રમાં લખ્યું છે કે ‘મહારાષ્ટ્રમાં ખાસ કરીને નાશિક જિલ્લામાં કાંદાનો પાક લેતા ખેડૂતોની સંખ્યા બહુ છે. આ ખેડૂતો વિદેશમાં પણ કાંદા એક્સપોર્ટ કરે છે. હાલ ઉનાળુ પાકના જે કાંદા છે એ ખલાસ થઈ ગયા છે અને હવે મોટા પ્રમાણમાં માર્કેટમાં લાલ કાંદાની આવક થઈ રહી છે. માવઠા સહિતની અન્ય મુ​સીબતોનો સામનો કરીને ખેડૂતોએ કાંદાનો પાક લીધો હતો અને એમાં તેમને નુકસાન ગયું છે. એથી હવે ખર્ચ કાઢવા જે બચી ગયેલા કાંદા છે એનો સારો ભાવ મળે એ જરૂરી છે. હાલ લાલ કાંદાના એક ક્વિન્ટલના માર્કેટમાં ૨૪૦૦ રૂપિયા મળે છે જે ઓછા છે. વળી આ લાલ કાંદા લાંબો સમય ટકતા નથી. એટલે ખેડૂતોને એક્સપોર્ટ કરવામાં રાહત મળે એ માટે કાંદા પર લેવામાં આવતી ૨૦ ટકા એક્સપોર્ટ ડ્યુટી રદ કરવામાં આવે એ જરૂરી છે.’



અજિત પવારના આ પત્રની નોંધ લઈને કેન્દ્ર સરકાર એક્સપોર્ટ ડ્યુટી રદ કરશે એવી આશા ખેડૂતો રાખે છે.


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2024 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK