પૃથ્વી પર બ્રહ્માંડમાંથી આવી પડેલી ઉલ્કાઓને કારણે સરોવર રચાયાં હોય એવા માત્ર ત્રણ જ સ્થળ છે, જેમાંથી એક મહારાષ્ટ્રના લોણારમાં આવેલું છે.
લોણાર ફેસ્ટિવલ
પૃથ્વી પર બ્રહ્માંડમાંથી આવી પડેલી ઉલ્કાઓને કારણે સરોવર રચાયાં હોય એવા માત્ર ત્રણ જ સ્થળ છે, જેમાંથી એક મહારાષ્ટ્રના લોણારમાં આવેલું છે. રાજ્યના ટૂરિઝમ પ્રધાન શંભુરાજ દેસાઈએ જણાવ્યું કે ‘લોકોને એના વિશે વધુ માહિતી મળે, એના વિશે જાણકારી મળે, એને જોવા આવે અને ટૂરિઝમને વેગ મળે એ માટે મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશને આ વર્ષથી લોણાર ફેસ્ટિવલ યોજવાનું નક્કી કર્યું છે. આ સંદર્ભે લોકપ્રતિનિધીઓ સાથે બેઠક લઈને ટૂંક સમયમાં એની તારીખ જાહેર કરવામાં આવશે.’


