સિલેબસ બહારના સવાલ જોઈને સ્ટુડન્ટ્સ ગભરાઈ ગયા હતા એટલે તેમણે આ બાબતે પરીક્ષકનું ધ્યાન દોર્યું એ પછી એ ભૂલ સુધારવાનાં ચક્કર શરૂ થયાં હતાં.
પ્રતીકાત્મક તસવીર
લાતુરની વિમલાબાઈ દેશમુખ સ્કૂલના SSCના સેન્ટરમાં શનિવારે એક્ઝામ આપી રહેલા ઉર્દૂ મીડિયમના ૨૧ સ્ટુડન્ટ્સને ખોટું પેપર આપવામાં આવ્યું હતું. એ સ્ટુડન્ટ્સને ફર્સ્ટ લૅન્ગ્વેજ ઇંગ્લિશ (૩)નું પેપર આપવામાં આવ્યું હતું, જ્યારે તેમને ઇંગ્લિશ (૧૭)નું પેપર આપવાનું હતું.
સિલેબસ બહારના સવાલ જોઈને સ્ટુડન્ટ્સ ગભરાઈ ગયા હતા એટલે તેમણે આ બાબતે પરીક્ષકનું ધ્યાન દોર્યું એ પછી એ ભૂલ સુધારવાનાં ચક્કર શરૂ થયાં હતાં. ત્રણ કલાક સુધી એ ભાંજગડ ચાલી એ પછી તેમને તેમના સિલેબસનું યોગ્ય પેપર આપવામાં આવ્યું હતું. એક્ઝામ સેન્ટરના ચીફ એસ. એ. કોયલેએ આ બાબતે ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘નવો ક્લર્ક અનુભવવી નહોતો અને ક્વેશ્ચન-પેપર માટે અલૉટ કરવામાં આવેલા કલર્સને ઓળખવામાં તે થાપ ખાઈ જતાં આ ભૂલ થઈ હતી. SSC બોર્ડને જાણ કરવામાં આવી છે અને અમે પણ એ વિશે રિપોર્ટ કરીશું.’


