ગોવાથી મુંબઈ અને મુંબઈથી કલકત્તા શો માટે જવું હતું, પણ માત્ર ગોવાથી મુંબઈની ટિકિટ જ ૪.૨ લાખમાં પડી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
છેલ્લા ચાર દિવસથી ઇન્ડિગો ઍરલાઇન્સમાં ચાલી રહેલી ધાંધલને કારણે સિંગર રાહુલ વૈદ્ય અને ટીવી-ઍક્ટ્રેસ નિયા શર્મા જેવી જાણીતી હસ્તીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ડિગોની ફ્લાઇટ કૅન્સલ થઈ રહી હતી અને બીજી ઍરલાઇન્સનાં ટિકિટભાડાં અચાનક વધી ગયાં હતાં એટલે રાહુલ વૈદ્યને ૪.૨ લાખ રૂપિયાનો ફટકો પડ્યો હતો. ગુરુવારે તે ગોવા હતો. તેણે ગોવાથી મુંબઈ અને મુંબઈથી કલકત્તા એક શો માટે જવાનું હતું. ગઈ કાલે વહેલી સવારે રાહુલે પોતાનો થાકેલો સેલ્ફી લઈને પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું, ‘ફ્લાય કરવાનો સૌથી ખરાબ અનુભવ રહ્યો. અમારો આજે રાતે કલકત્તામાં શો છે અને હું હજી ત્યાં પહોંચ્યો નથી.’
તેણે બીજી તસવીર પોસ્ટ કરી હતી જેમાં તેણે ઍર ઇન્ડિયાની ટિકિટ્સ હાથમાં પકડેલી અને લખ્યું હતું, ‘આ બોર્ડિંગ કાર્ડ ૪.૨ લાખ રૂપિયાના છે અને હજી માત્ર બૉમ્બે સુધીના છે અને હજી મુંબઈથી કલકત્તા જવાનું અલગથી. આ મારું અત્યાર સુધીનું સૌથી મોંઘું ડોમેસ્ટિક ટ્રાવેલ છે.’
ADVERTISEMENT
ગઈ કાલે ઍક્ટ્રેસ નિયા શર્માને પણ ઇન્ડિગોની ફ્લાઇટ કૅન્સલ થવાથી ઍર ઇન્ડિયાની નવી ટિકિટ બુક કરાવવા માટે ૫૪,૦૦૦ રૂપિયા વધારાના ખર્ચવા પડ્યા હતા. તેણે પણ સેલ્ફી શૅર કરીને લખ્યું હતું, ‘આ બૉર્ડિંગ પાસ ૫૪,૦૦૦ રૂપિયામાં પડ્યો.’


