દેશમાં ચોમાસું પૂરું થઈ ગયું હોવા છતાં, ૧૮ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ દેશના ૨૩ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં વીજળીના કડાકા સાથે વરસાદ, વીજળી પડવી અને ૭૦ થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં ચોમાસું પૂરું થઈ ગયું હોવા છતાં, ૧૮ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ દેશના ૨૩ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં વીજળીના કડાકા સાથે વરસાદ, વીજળી પડવી અને ૭૦ થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે. મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યો માટે વરસાદની ચેતવણી (એલર્ટ) જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આવતીકાલે ૧૮ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ દેશમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગુજરાત, તેલંગાણા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, આસામ, ત્રિપુરા, નાગાલૅન્ડ અને મહારાષ્ટ્ર સહિત કુલ ૨૩ રાજ્યોમાં ભારે વરસાદની અપેક્ષા છે. ગાજવીજ સાથે ૭૦-૭૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાનારા પવનોને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
શું છે આગાહી?
ADVERTISEMENT
ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોવા છતાં, હવામાન વિભાગે એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક ચેતવણી જાહેર કરી છે. નવીનતમ આગાહી મુજબ, આવતીકાલે ૧૮ ઑક્ટોબરે દેશભરમાં ભારે વરસાદની શક્યતા છે. ૨૩ રાજ્યો માટે જાહેર કરાયેલી આ ચેતવણીને કારણે નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ગાજવીજ અને વીજળી પડવાના જોખમને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. માછીમારોને પણ દરિયાકાંઠાથી દૂર ખસી જઈને સુરક્ષિત સ્થળોએ આશરો લેવાની સલાહ આપવામાં આવી છે. આ ભારે વરસાદને કારણે તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં લો-પ્રેશર (હવાનું ઓછું દબાણ) સર્જાઈ રહ્યું છે, જેના કારણે કેટલાક રાજ્યોમાં કરા પડવાની પણ શક્યતા છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ચક્રવાતી સ્થિતિ સર્જાઈ શકે છે. મહારાષ્ટ્રમાં આવતીકાલે તાપમાન નીચું રહેવાની શક્યતા છે. મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી થી ૨૭ ડિગ્રી ની વચ્ચે રહી શકે છે. વરસાદની સંભાવનાને જોતા, દરેકને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.
શ્વાસ લેવો કેમ બન્યો જોખમી?
ચોમાસાની વહેલી વિદાય બાદ અસામાન્ય ગરમી અને અતિશય ભેજવાળા વાતાવરણ વચ્ચે મુંબઈ દેશનું બીજું અને વિશ્વનું છઠ્ઠું સૌથી પ્રદૂષિત હવા ધરાવતું શહેર બન્યું હોવાનું અમેરિકાસ્થિત ઍર ક્વૉલિટી મૉનિટરિંગ સંસ્થા iQAirના વૈશ્વિક સર્વેક્ષણમાં સામે આવ્યું છે. ગુરુવારે શહેરમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૧૫૨ નોંધાયો હતો, જેને અનહેલ્ધી શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. સંસ્થાના જણાવ્યા અનુસાર હવામાં ગ્રાઉન્ડ-લેવલ ઓઝોન (O3) મુખ્ય પ્રદૂષક તત્ત્વ તરીકે સામે આવ્યું છે. એને કારણે આખા દેશમાં મુંબઈ સૌથી પ્રદૂષિત હવા ધરાવતા શહેર તરીકે નોંધાયું હતું, જ્યારે શુક્રવારે સાંજે મુંબઈ ૧૬૦ AQI સાથે બીજા નંબરનું પ્રદૂષિત હવાવાળું શહેર બન્યું હતું. ૧૬૬ AQI સાથે દેશની સૌથી પ્રદૂષિત હવા કલકત્તામાં રહી હતી, જ્યારે દિલ્હી ગ્લોબલ લિસ્ટમાં ૧૧૬ AQI સાથે ૧૪મા નંબરે રહ્યું હતું. ઑક્ટોબર મહિનામાં ચોમાસું વહેલું સમેટાઈ જતાં આ મહિને તાપમાન સામાન્ય કરતાં ચારથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું છે.
