લોકલની સર્વિસ મર્યાદિત કરવાનો સંકેત
ફાઈલ તસવીર
રાજ્યના પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે પણ કોરોનાના વધતા કેસ બાબતે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘સરકારે વધતા કેસોને ગંભીરતાથી લીધા છે. રાજ્યને આર્થિક દૃષ્ટિએ પણ વધુ એક લૉકડાઉન પરવડે એમ નથી. લૉકડાઉન ટાળવા માટે લોકલની સર્વિસ ઓછી કરવી કે પછી બસની ગિરદી કઈ રીતે ઓછી કરવી એ બાબતો પર અત્યારે અમે વિચારી રહ્યા છીએ અને એ કેટલું વ્યવહારુ છે એ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ.’

