Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાયખલાના હેડ ઍન્ડ નેક કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના બ્લડ સ્ટોરેજ સેન્ટરનું લાઇસન્સ રદ

ભાયખલાના હેડ ઍન્ડ નેક કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના બ્લડ સ્ટોરેજ સેન્ટરનું લાઇસન્સ રદ

Published : 21 November, 2026 09:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

HNCIIએ એ સ્વીકારી હોવાની પુષ્ટિ કરી હતી, પરંતુ ત્યાર બાદ એ કિશોર સાહૂને આપી દેવામાં આવી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ‍્મિનિસ્ટ્રેશન (FDA)એ ભાયખલાસ્થિત પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર હેડ ઍન્ડ નેક કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (HNCII) હૉસ્પિટલના બ્લડ સ્ટોરેજ સેન્ટરનું લાઇસન્સ રદ કર્યું છે. FDAની તપાસમાં બહાર આવ્યું હતું કે આ સેન્ટરે પોતાના નામ પર લોહી ખરીદવાને બદલે એક દરદીના નામે જે. જે. મહાનગર બ્લડ બૅન્કમાંથી લોહી મેળવ્યું હતું અને ત્યાર બાદ એ અન્ય દરદીને પૂરું પાડ્યું હતું. FDAના અધિકારીઓએ માહિતી આપી હતી કે HNCII સ્ટોરેજ સેન્ટરે એની મધર બ્લડ બૅન્ક ગણાતી જે. જે. મહાનગર બ્લડ બૅન્ક અને બદલાપુરની માયા બ્લડ બૅન્કનાં લાઇસન્સ રદ થઈ ગયાં હોવા છતાં એ બન્ને પાસેથી લોહી મેળવ્યું હતું. ડ્રગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘બાવીસ અને ૨૩ જૂને જેજે મહાનગર બ્લડ બૅન્ક અને માયા બ્લડ બૅન્કનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જે બાદ સ્ટોરેજ સેન્ટરે માયા બ્લડ બૅન્ક પાસેથી પાંચ યુનિટ અને જે. જે. મહાનગર બ્લડ બૅન્ક પાસેથી એક યુનિટ લોહી મેળવ્યું હતું. રેકૉર્ડ દર્શાવે છે કે જે. જે. મહાનગર બ્લડ બૅન્ક દ્વારા દરદી રિયા વર્માના નામે B પૉઝિટિવ બ્લડ બૅગ ઇશ્યુ કરવામાં આવી હતી. HNCIIએ એ સ્વીકારી હોવાની પુષ્ટિ કરી હતી, પરંતુ ત્યાર બાદ એ કિશોર સાહૂને આપી દેવામાં આવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK