HMPV Virus India: દેશમાં HMPV એટલે કે હ્યૂમન મેટાન્યૂમોવાયરસના કેસ સતત વધી રહ્યા છે. નાગપુરમાં પણ આ વાયરસના સંક્રમણના નવા બે કેસ સામે આ્યા છે. દેશમાં અત્યાર સુધી કુલ 7 જણ આ વાયરસના શિકાર થઈ ચૂક્યા છે.
ફાઈલ તસવીર
HMPV Virus India: દેશમાં HMPV એટલે કે હ્યૂમન મેટાન્યૂમોવાયરસના કેસ સતત વધી રહ્યા છે. નાગપુરમાં પણ આ વાયરસના સંક્રમણના નવા બે કેસ સામે આ્યા છે. દેશમાં અત્યાર સુધી કુલ 7 જણ આ વાયરસના શિકાર થઈ ચૂક્યા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે કેસ વધવાથી કોવિડ જેવી સ્થિતિ નહીં બને.
બૅંગ્લુરુ, નાગપુર અને તામિલનાડુમાં બે-બે અને અમદાવાદમાં એક કેસ નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ જાહેર કર્યું હતું નિવેદન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સોમવારે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરતાં કહ્યું હતું કે એચએમપીવી વાયરસ નવો નથી અને આ વિશે અનેક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ સ્પષ્ટ કર્યું છે કે આ વાયરસ 2001માં પહેલીવાર ઓળખવામાં આવ્યો હતો અને ત્યારથી આ આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે એચએમપીવી વાયરસ શ્વસનના માધ્યમે હવા દ્વારા ફેલાય છે અને આ બધી ઉંમરના વયજૂથના લોકોને પ્રભાવિત કરી શકે છે. ખાસ રીતે શિયાળામાં અને વસંત ઋતુમાં આનો પ્રસાર વધારે જોવા મળે છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે હાલના દિવસોમાં ચીનમાં એચએમપીવીના કેસમાં વધારાના સમાચાર આવ્યા છે. આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય, ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (એનસીડીસી) સ્થિતિ પર કડક નિરીક્ષણ કરી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ) પણ આના પર ધ્યાન આપી રહ્યું છે અને ટૂંક સમયમાં જ પોતાનો રિપૉર્ટ શૅર કરશે. તેમણે આ સ્પષ્ટ કર્યું કે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ અને ઇન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વિલાન્સ પ્રોગ્રામ દ્વારા જાહેર આંકડાઓ પ્રમાણે ભારતમાં કોઈપણ સામાન્ય શ્વસન વાયરલ ઇન્ફેક્શનમાં કોઈ ખાસ વધારો નોંધવવામાં આવ્યો નથી.
દેવેન્દ્ર ફડણવીસે કરી હતી લોકોને અપીલ
આ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ જનતાને અપીલ કરી હતી કે તે એચએમપીવી વાયરસથી ગભરાય નહીં. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે આ વાયરસ નવો નથી, આ પહેલા પણ સામે આવી ચૂક્યો છે અને હવે ફરી એકવાર તે પોતાનો પ્રભાવ બતાવી રહ્યો છે. આ સંબંધે ટૂંક સમયમાં જ નિયમોની જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને માહિતી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે અને મીડિયાને પણ અપીલ કરી છે કે તે માત્ર અધિકારિક માહિતી જ પ્રસારિત કરે.
રાજસ્થાન સરકારે લોકોને સાવચેત રહેવા અપીલ કરી
હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) વિશે માહિતી આપતાં તમિલનાડુ સરકારે કહ્યું હતું કે રાજ્યમાં તેના બે કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે કહ્યું કે આ વાયરસ નવો નથી અને તે પહેલાથી જ ફેલાયેલ વાયરસ છે, જેની ઓળખ 2001માં કરવામાં આવી હતી. HMPV વાયરસ સ્થિર રહે છે અને ચિંતાનું કારણ નથી.
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં એવું કહેવામાં આવ્યું હતું કે HMPV ચેપ સામાન્ય રીતે સ્વ-મર્યાદિત હોય છે, એટલે કે તેઓ જાતે જ સાજા થઈ જાય છે. આ માટે પર્યાપ્ત આરામ અને હાઇડ્રેશનની જરૂર છે તેને સહાયક સારવાર આપવામાં આવે છે.