તેમના આ પ્રસ્તાવ પર સકારાત્મક વિચાર કરીને જરૂરી કાર્યવાહી કરવી એવી વિનંતી પણ તેમણે કરી છે.
વિદ્યાવિહાર ઈસ્ટ અને વેસ્ટને જોડતો નવો બ્રિજ બનીને તૈયાર છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા બનાવવામાં આવેલા વિદ્યાવિહાર ઈસ્ટ-વેસ્ટને જોડતા રોડ ઓવર બ્રિજને કૅપ્ટન સ્મિત મચ્છરનું નામ આપવાની માગણી ઘાટકોપરના વિધાનસભ્ય પરાગ શાહે BMCનાં કમિશનર અશ્વિની ભિડેને કરી છે.
વિદ્યાવિહારનો આ બ્રિજ હવે બનીને તૈયાર થઈ ગયો છે અને ટૂંક સમયમાં જ એ મોટરિસ્ટો માટે ખુલ્લો મુકાશે ત્યારે flydubaiની દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટમાં કો-પાઇલટે કરેલા હુમલા છતાં બહાદુરી દાખવીને ઘાટકોપરના કૅપ્ટન સ્મિતે તેનો સામનો કર્યો અને કૉકપિટનો દરવાજો ખોલીને અન્ય પૅસેન્જરો અને પાઇલટની મદદથી એ પ્લેન ક્રૅશ થતાં બચાવી લીધું હતું અને ૧૭૦ કરતાં વધુ લોકોના જીવ બચાવ્યા હતા. તેની આ બહાદુરીની અને માનવતાની દેશભરમાં અને વિદેશમાં પણ નોંધ લેવાઈ છે ત્યારે એની યાદરૂપે વિદ્યાવિહારના આ ફ્લાયઓવરને કૅપ્ટન સ્મિત મચ્છરનું નામ આપવાની માગણી પરાગ શાહે પત્ર લખીને BMCનાં કમિશનરને કરી છે. તેમના આ પ્રસ્તાવ પર સકારાત્મક વિચાર કરીને જરૂરી કાર્યવાહી કરવી એવી વિનંતી પણ તેમણે કરી છે.
