Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોરેગાવ: હાઉસિંગ સોસાયટીમાં દીપડો ઘૂસ્યો, કૂતરાને મારી નાખ્યો; ઘટના CCTVમાં કેદ

ગોરેગાવ: હાઉસિંગ સોસાયટીમાં દીપડો ઘૂસ્યો, કૂતરાને મારી નાખ્યો; ઘટના CCTVમાં કેદ

Published : 18 March, 2026 07:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વાયરલ વીડિયોમાં આ દીપડો એક રખડતા કૂતરા પાસે જતો દેખાય છે. ઈમારતની અંદર કૂતરો આરામ કરી રહ્યો હતો. કૂતરો જાગી જાય તે પહેલા જ દીપડો તેના પર હુમલો કરે છે. આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ અને હવે લોકોમાં ચિંતા વધી ગઈ છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)


મુંબઈના દિંડોશી વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાતા રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે. 17 માર્ચ, 2026 ના રોજ વહેલી સવારે, રહેણાંક સોસાયટીમાં એક દીપડો CCTC કૅમેરામાં કેદ થયો હતો. આ ઘટના રાહેજા હાઇટ્સ કૉમ્પ્લેક્સમાં બની હોવાના અહેવાલ છે. અહીંના સીસીટીવી કૅમેરામાં પાર્કિંગ વિસ્તારમાં ફરતા દીપડાનો વીડિયો કેદ થયો હતો. વીડિયોને જોઈ લોકો ડરી ગયા છે અને મુંબઈમાં આવી ઘટનાઓ પણ સતત બની રહી છે, જેથી પ્રાણી પ્રેમીઓએ પણ તે અંગે નારાજગી વ્યક્ત કરી છે.

દીપડાનો વીડિયો CCTVમાં કેદ થયો



સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક યુઝર દ્વારા શૅર કરાયેલા વીડિયોમાં, દીપડો સોસાયટી પરિસરમાં ફરતો જોઈ શકાય છે. એક રહેણાંક વિસ્તારમાં દીપડાની હાજરીએ હાલની સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા પર પ્રશ્નો ઉભા કર્યા છે.



કૂતરા પર હુમલો કર્યો

વાયરલ વીડિયોમાં આ દીપડો એક રખડતા કૂતરા પાસે જતો દેખાય છે. ઈમારતની અંદર કૂતરો આરામ કરી રહ્યો હતો. કૂતરો જાગી જાય તે પહેલા જ દીપડો તેના પર હુમલો કરે છે. આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ અને હવે લોકોમાં ચિંતા વધી ગઈ છે.

મુલુંડમાં પણ કૂતરાને ઉપાડી જતો દીપડો દેખાયો હતો

મુલુંડ-વેસ્ટમાં મોડી રાતે આવેલા સાંઈપ્રસ્થ ખાતે સરદાર તારા સિંહ ગાર્ડન નજીક દીપડો દેખાવાની ઘટનાએ સ્થાનિક રહેવાસીઓને ચિંતામાં મૂકી દીધા છે. ગુરુવારે મોડી રાત્રે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી બહાર આવેલા દીપડાએ એક કૂતરાનો શિકાર કર્યો હતો અને આ સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ હતી. આ દૃશ્યો સામે આવતાં જ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

મુંબઈ ફૉરેસ્ટ-વિભાગના રેન્જ-ઑફિસર રામદાસ ભાંગરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્વપ્નનગરી વિસ્તારમાં આવેલા સાંઈપ્રસ્થમાં દીપડો આવ્યો હોવાની માહિતી મળતાં તાત્કાલિક અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દીપડો ક્યાંથી આવ્યો હતો અને કયા માર્ગે પાછો ગયો એની ચોક્કસ તપાસ કરવા માટે સ્થળ પર મેઝરમેન્ટ લેવામાં આવ્યું હતું. આ સાથે આસપાસના વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. લોકોને દીપડો દેખાય ત્યારે શું કરવું અને શું ન કરવું એની માહિતી આપીને રાતના સમયે એકલા બહાર ન નીકળવાની તેમ જ કોઈ શંકાસ્પદ હલચલ દેખાય તો તાત્કાલિક વનવિભાગના કન્ટ્રોલ-રૂમને જાણ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. CCTV કૅમેરામાં કેદ થયેલાં દૃશ્યો પરથી દીપડો હોવાની પુષ્ટિ થઈ છે. આ દીપડો અંદાજે ચારથી પાંચ વર્ષનો હોવાનું માનવામાં આવે છે. એ ખોરાકની શોધમાં આવ્યો હતો અને એનું નિશ્ચિત લક્ષ્ય હતું જે CCTV કૅમેરાના ફુટેજમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું.’

Whatsapp-channel Whatsapp-channel

18 March, 2026 07:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK