વિજય માલ્યાએ કરેલી અરજી પરની સુનાવણીમાં બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું...
વિજય માલ્યા
વિજય માલ્યાએ ફ્યુજિટિવ ઇકૉનૉમિક ઑફેન્ડર (FEO) ઍક્ટ ૨૦૧૮ની બંધારણીય જોગવાઈને પડકારતી કરેલી અરજીની સુનાવણીમાં બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે તમે પહેલાં ભારત આવીને કોર્ટ સામે હાજર થાઓ, પછી તમારી અરજી પર સુનાવણી કરીશું. બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અણખડે કહ્યું હતું કે તેઓ અરજીની સુનાવણી ત્યારે જ કરશે જ્યારે વિજય માલ્યાના વકીલ ખાતરી આપે કે તે ક્યારે ભારત પાછા આવવાના છે.
વિજય માલ્યાના વકીલ અમિત દેસાઈએ કહ્યું હતું કે તે હાલ લંડનમાં છે. કોર્ટે અમિત દેસાઈને કહ્યું હતું કે તેમને પહેલાં અહીં આવવા દો, પછી આપણે સુનાવણી કરીશું. તમે કન્ફર્મ કરો કે તે ક્યારે પાછા આવે છે.


