મહારાષ્ટ્રના બારામતીથી ભિગવણ હાઇવે પર ગઈ કાલે મધરાત બાદ લામજેવાડી ગામ પાસે પૂરપાટ જઈ રહેલી કારનો અકસ્માત થયો હતો.
કાર-ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં કાર ઊંધી વળી ગઈ હતી
મહારાષ્ટ્રના બારામતીથી ભિગવણ હાઇવે પર ગઈ કાલે મધરાત બાદ લામજેવાડી ગામ પાસે પૂરપાટ જઈ રહેલી કારનો અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ‘કાર-ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં કાર ઊંધી વળી ગઈ હતી. બારામતીથી ભિગવણ તરફ જઈ રહેલી કારમાં ટ્રેઇની પાઇલટ દશુ શર્મા, આદિત્ય કણસે, કૃષ્ણા મંગલ સિંહ અને ચેષ્ટા બિશ્નોઈ હતાં. આ ઘટનામાં દશુ શર્મા અને આદિત્ય કણસેનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે બાકીના બન્ને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં ઍડ્મિટ છે.


