Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમે ભાષણ દેનારા નહીં, રાશન દેનારા છીએ; ખેડૂતોની દીકરીઓનાં લગ્નની જવાબદારી અમે લઈશું

અમે ભાષણ દેનારા નહીં, રાશન દેનારા છીએ; ખેડૂતોની દીકરીઓનાં લગ્નની જવાબદારી અમે લઈશું

Published : 21 October, 2026 11:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દશેરા-રૅલીમાં ગરજ્યા એકનાથ શિંદે; કહ્યું કે તમે રોજ ઊઠીને અમને ગાળો ભાંડશો તો પણ કશું થવાનું નથી, અમે એનો જવાબ અમારા કામથી આપીશું

એકનાથ શિંદે

એકનાથ શિંદે


બાળા ઠાકરે દ્વારા સ્થાપવામાં આવેલી શિવસેનાની પરંપરાને અનુસરતાં શિવસેનાના પક્ષપ્રમુખ એકનાથ શિંદેએ ગઈ કાલે ગોરેગામના નેસ્કો ગ્રાઉન્ડમાં ભવ્ય દશેરા-રૅલીનું આયોજન કર્યું હતું. એમાં હજારોની સંખ્યામાં શિવસૈનિકોએ હાજરી આપી હતી. એકનાથ શિંદેએ તેમના વક્તવ્યમાં રાજ્યમાં હાલ દુકાળની પરિસ્થિતિને નજર સામે રાખીને ખેડૂતોને કરવામાં આવેલી મદદને કેન્દ્રસ્થાને રાખી હતી અને વિરોધીઓને અને ખાસ કરીને કૉન્ગ્રેસ તથા શિવસેના (UBT)ને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘રાજ્યમાં દુકાળની પરિસ્થિતિ છે અને ખેડૂતની હાલત કફોડી છે. આ સમય તેમને મદદ કરવાનો છે. હું પોતે ખેડૂતપુત્ર છું. મને ખબર છે કે ખેડૂતની હાલત શું હોય. હું એ સમજી શકું છું. ખેડૂતોની દિવાળી અમે કાળી થવા નહીં દઈએ. હું પોતે ડૅમ પર ગયો હતો ત્યારે ખેડૂતો રડી રહ્યા હતા. વિરોધીઓ મને રોજેરોજ ગાળો ભાંડે છે. અમે ભાષણ દેનારા નહીં, રાશન દેનારા છીએ. આ સમય આરોપ-પ્રત્યારોપ કરવાનો નથી. આ સમય ખેડૂતોને મદદ કરવાનો છે.’  

બીજું શું-શું બોલ્યા?
• મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બન્નેને દુકાળ બાબતે રજૂઆત કરી છે. તેમણે ખાતરી આપી છે કે ડરો નહીં, અમે તમારી સાથે છીએ; આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને ખેડૂતોના પડખે ઊભા રહીશું. 
• ખેડૂતો અંતિમ પગલું ન ભરે.
• ખેડૂતોની દીકરીઓનાં લગ્નની જવાબદારી શિવસેના લેશે, સમૂહલગ્ન અમે કરાવીશું.
• અમે ખેડૂતોને ૫૦૦૦ રૂપિયાની તાત્કાલિક મદદ આપી છે. દુકાળની મદદ હવે પછી આપવામાં આવશે.
• વિરોધીઓ કર્જમાફી બાબતે બોલી રહ્યા છે. અમે ૩૨,૦૦૦ કરોડ રૂપિયાનું એ માટે આયોજન કર્યું છે. 
• ટ્રક ભરી-ભરીને મદદ મોકલી રહ્યા છીએ. વિરોધીઓએ બિસ્કિટનું એક પૅકેટ પણ આપ્યું? 
• અમે પરભણીથી શરૂઆત કરી છે. ૨૫,૦૦૦ મહિલાઓને સીવણ મશીન આપ્યાં છે. ૨૫,૦૦૦ સાઇકલો વહેંચવાનું શરૂ કર્યું છે.
• સરકારે દુકાળ જાહેર કર્યો છે અને એજ્યુકેશન, 
કર્જ-વસૂલી, વીજળીનાં બિલ, ચારો, પાણી એમ ૧૨ પ્રકારની સવલતો આપવામાં આવી છે. 
• બીજી બાજુ ખેડુતો દુકાળમાં હેરાન થઈ રહ્યા છે ત્યારે વિરોધીઓ મુંબઈમાં મોરચા કાઢી રહ્યા છે, વોટચોરીનો ફેક નૅરેટિવ ફેલાવી રહ્યા છે.  
• વિરોધીઓ હવે સુપ્રીમ કોર્ટ સામે મોરચો લઈ જઈ રહ્યા છે. આજ સુધી દેશમાં આવું ક્યારેય થયું નથી. એક બાજુ બંધારણ હાથમાં રાખવાનું અને બીજી બાજુ એના જ દ્વારા નિર્માણ થયેલી સંસ્થા (સુપ્રીમ કોર્ટ) પર હુમલો કરવાનો. આ લોકો દેશને તોડવા નીકળ્યા છે. 
• ૨૦૧૯માં તે (ઉદ્ધવ ઠાકરે) પીઠમાં ખંજર ભોંકીને મુખ્ય પ્રધાન બન્યા હતા. રાજ્યની જનતાએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેનાની યુતિને મત આપ્યા હતા, પણ તમે મહા વિકાસ આઘાડી સાથે ગયા. એ જ ખરી વોટચોરી હતી; ચોરી નહીં, દરોડો હતો. 
• બંગલાદેશ, શ્રીલંકા, નેપાલમાં શું થયું એ કહીને વિરોધીઓ દેશમાં અરાજકતા પ્રસરાવવાનું કામ કરી રહ્યા છે. આ બંગલાદેશ, શ્રીલંકા, નેપાલ કે પાકિસ્તાન નથી; નવું ભારત છે, પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને મારવાવાળું ભારત છે. 
• વિરોધીઓને સત્તા મળતી ન હોવાથી તેઓ તરફડી રહ્યા છે. જનતા મોટી છે. એને ખબર છે કોને સત્તા આપવાની છે. અમે હિન્દુત્વના વિચારને આગળ ધપાવી રહ્યા છીએ.
• શિવસેનાના આજે ૧૫ સંસદસભ્યો, ૭૪ વિધાનસભ્યો અને ૧૦૦૦ કરતાં પણ વધુ નગરસેવકો છે. આ બાળાસાહેબ ઠાકરેની તાકાત છે. 
• પત્રકારો પૂછતા હોય છે કે ઑપરેશન ટાઇગર 3 ક્યારે કરશો. ઑપરેશન કદી પણ કહીને ન થાય, અમે ડાયરેક્ટ કરી દઈએ છીએ. 
• લોકો કેમ તેમને છોડી રહ્યા છે એનો વિચાર કરવો જોઈએ. અનેક લોકો અમારી સાથે જોડાવા લાઇન લગાવીને ઊભા છે.  


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK