Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડ્રામા-ટીચરે કરી ૧૩ વર્ષની સ્કૂલ-ગર્લની જાતીય સતામણી

ડ્રામા-ટીચરે કરી ૧૩ વર્ષની સ્કૂલ-ગર્લની જાતીય સતામણી

Published : 25 November, 2026 10:46 AM | Modified : 25 November, 2026 11:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ મુંબઈના એક કલ્ચરલ સેન્ટરનો બનાવ : હિ‍‍ંમત કરીને ટીનેજર ભાગી અને લોકોને જાણ કરી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાઉથ મુંબઈમાં આવેલા એક કલ્ચરલ સેન્ટરમાં ૧૩ વર્ષની સ્કૂલ-ગર્લની જાતીય સતામણી થવાની માહિતી પોલીસે મંગળવારે આપી હતી. આ વિશે ફરિયાદ મળ્યા બાદ પોલીસે ડ્રામા-ટીચરને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસે જણાવ્યા મુજબ આ ઘટના રવિવારે સવારે બની હતી. આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સાઉથ મુંબઈમાં આવેલા ગવર્નમેન્ટ એઇડેડ કલ્ચરલ સેન્ટરમાં ગઈ હતી. આ સેન્ટરમાં ડ્રામા-રિહર્સલ માટે વર્કશૉપ તેમ જ ઇન્ટર-સ્કૂલ કૉમ્પિટિશન યોજાતાં હોય છે.

વિદ્યાર્થિની રિહર્સલ માટે આવી ગઈ હોવાની જાણ કરવા માટે પહેલા માળે ગઈ ત્યારે ડ્રામા-ટીચરે તેને રૂમનો દરવાજો બંધ કરવાનું કહ્યું હતું. ત્યાર પછી તેના શરીરને અણછાજતો સ્પર્શ કરીને અડપલાં કર્યાં હતાં. જોકે વિદ્યાર્થિની તરત જ ત્યાંથી ભાગી ગઈ હતી અને આ બાબતની જાણ તેની બહેનપણીઓને કરી હતી.



ત્યાર પછી ત્રણેય વિદ્યાર્થિનીઓએ ત્યાં હાજર અન્ય લોકો સાથે મળીને આરોપી ડ્રામા-ટીચરને આ બાબતે સવાલ કર્યા હતા. ઊહાપોહ થતાં ઘણા લોકો જમા થઈ ગયા હતા અને રેલવે-પોલીસનો એક જવાન પણ ત્યાં આવી પહોંચતાં આરોપી ડ્રામા-ટીચર ત્યાંથી ભાગી ગયો હતો.


પોલીસે આ મામલે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ ઉપરાંત અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને તેની શોધ આદરી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK