કૉપીરાઇટનું ઉલ્લંઘન : કંગના સામે એફઆઇઆર
કૉપીરાઇટનું ઉલ્લંઘન : કંગના સામે એફઆઇઆર
કૉપીરાઇટના ભંગના મામલામાં લેખક આશિષ કૌલ દ્વારા કરાયેલી ફરિયાદને પગલે મુંબઈ પોલીસ દ્વારા કંગના રનોટ સામે એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો. આશિષ કૌલ દ્વારા ‘દિદ્દા : ધી વૉરિયર ક્વીન ઑફ કાશ્મીર’ પુસ્તક લખવામાં આવ્યું છે અને આ વિષય પર કંગનાએ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
કૌલે દાવો કર્યો છે કે કંગનાએ પોતાના પુસ્તકમાંથી યોગ્ય પરવાનગી વિના સામગ્રીનો ઉપયોગ કર્યો છે. કૌલે વધુમાં એમ પણ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે દિદ્દાની જીવનકથા વિશેના એક્સક્લુઝિવ રાઇટ્સ માત્ર પોતાની પાસે જ છે. આ વિષય પર ફિલ્મ બનાવીને કંગના દ્વારા કૉપીરાઇટનો ભંગ કરવામાં આવી રહ્યો છે.

