Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર કન્ટેનર કાર પર ઊંધું પડ્યું, ૩ જણ કચડાઈ ગયાં

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર કન્ટેનર કાર પર ઊંધું પડ્યું, ૩ જણ કચડાઈ ગયાં

Published : 19 March, 2026 07:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આડોશી ટનલ નજીક કન્ટેનરના ડ્રાઇવરે કાબૂ ગુમાવીવે અનેક વાહનોને ટક્કર મારી અને પછી કાર પડ્યું

કન્ટેનર કાર પર પડતાં આખી કાર કચડાઈ ગયેલી દેખાય છે.

કન્ટેનર કાર પર પડતાં આખી કાર કચડાઈ ગયેલી દેખાય છે.


મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર આડોશી ટનલ પાસે એક કન્ટેનરના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં જીવલેણ અકસ્માત થયો હતો. કન્ટેનર અનેક વાહનોને અથડાયા બાદ એક કાર ઉપર ઊંધું પડ્યું હતું. એને કારણે કારમાં બેઠેલા ૩ જણે ઘટનાસ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો. 

મુંબઈ જતી લેન પર બુધવારે સવારે ૯.૪૦ વાગ્યે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ આડોશી ટનલ પાસે પહોંચતાં જ ખૂબ સ્પીડમાં ચાલી રહેલા કન્ટેનરે કાબૂ ગુમાવ્યો હતો અને આગળ ચાલતાં અનેક વાહનોને અડફેટે લીધાં હતાં, પછી ડાબી બાજુ પલટીને સીધું એક કાર પર પડ્યું હતું. કન્ટેનર કાર પર પડતાં કારનો ભુક્કો બોલાઈ ગયો હતો અને અંદર બેઠેલા ૩ મુસાફરોએ ઘટનાસ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતમાં કુલ પાંચ વાહનો સામેલ હતાં.



ક્રેનનો ઉપયોગ કરીને અકસ્માતગ્રસ્ત વાહનોને દૂર કર્યા બાદ હાઇવે પર અટવાયેલો ટ્રાફિક સામાન્ય બન્યો હતો. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા એમ પોલીસે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2026 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK