Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટના લેવા ચક્કરમાં જ્વેલરે ગુમાવ્યા ૧.૩૭ લાખ રૂપિયા

ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટના લેવા ચક્કરમાં જ્વેલરે ગુમાવ્યા ૧.૩૭ લાખ રૂપિયા

Published : 04 March, 2026 07:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૮ મિનિટમાં ત્રણ ટ્રાન્ઝૅક્શનમાં કુલ ૧.૩૭ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચેમ્બુરની તિલકનગર કૉલોનીમાં રહેતા અને ચેમ્બુર સ્ટેશન નજીક જ્વેલરી શૉપ ધરાવતા ૬૧ વર્ષના જાણીતા જ્વેલરે સાથે મોતિયાના ઑપરેશન માટે ગૂગલ પર ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ લેવાના ચક્કરમાં ૧.૩૭ લાખ રૂપિયા ગુમાવ્યા છે. આ મામલે ચેમ્બુર પોલીસે સોમવારે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અજાણી વ્યક્તિએ પોતે હૉસ્પિટલમાંથી બોલું છું એવો દાવો કરીને અપૉઇન્ટમેન્ટ-બુકિંગ માટે ૫૦ રૂપિયાની ઑનલાઇન ફી માગી અને જ્વેલરને વૉટ્સઍપ પર APK ફાઇલ મોકલી હતી. આ ફાઇલ ડાઉનલોડ કર્યા બાદ આરોપીએ જ્વેલરના મોબાઇલનો ઍક્સેસ મેળવી લીધો હતો અને ૧૮ મિનિટમાં ત્રણ ટ્રાન્ઝૅક્શનમાં કુલ ૧.૩૭ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.

શું હતો ઘટનાક્રમ?



 ચેમ્બુરમાં રહેતા ૬૧ વર્ષના જ્વેલરે મોતિયાના ઑપરેશન માટે ૨૩ ફેબ્રુઆરીએ ડૉક્ટર અનીતા પાટીલની અપૉઇન્ટમેન્ટ લેવા માટે ગૂગલ પર શોધખોળ કરી હતી.


 ગૂગલ પર મળેલા નંબર પર સંપર્ક કરતાં અજાણી વ્યક્તિએ પોતે અમિતા નર્સિંગ હોમમાંથી બોલતો હોવાનો દાવો કરીને અપૉઇન્ટમેન્ટ-બુકિંગ માટે ઑનલાઇન ફી માટે ૫૦ રૂપિયા માગીને એ માટે વૉટ્સઍપ પર ‘Appointment booking.apk’ ફાઇલ મોકલી હતી.

 જ્વેલરે ફાઇલ ડાઉનલોડ કરી પરંતુ કોઈ માહિતી ભરી નહોતી છતાં તેના બૅન્ક-ખાતામાંથી ૪૫,૦૦૦, ૫૦,૦૦૦ અને ૪૨,૦૦૦ રૂપિયા મળીને કુલ ૧.૩૭ લાખ રૂપિયા ડેબિટ થયા હતા.


અંતે જ્વેલરે સાઇબર હેલ્પલાઇ-નંબર 1930 પર ફરિયાદ નોંધાવીને સોમવારે ચેમ્બુર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK