LPGની અછતને પહોંચી વળવા તમામ મોરચે પ્રયાસ કરવાની કેન્દ્ર સરકારની ખાતરી
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે મંગળવારે બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચને ખાતરી આપી હતી કે વેસ્ટ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ની અછતને કારણે થતી મુશ્કેલીને દૂર કરવા માટે એ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મોરચે તમામ પ્રયાસ કરી રહી છે. કોર્ટે કેન્દ્રની રજૂઆત સ્વીકારીને LPG ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે કેન્દ્ર સરકાર લોકોનાં હિતનું રક્ષણ કરવા માટે આ મામલે તમામ જરૂરી પગલાં લઈ રહી છે.
કોર્ટે ૧૨ માર્ચે ૬ LPG વિતરકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સંદર્ભે કેન્દ્રીય પેટ્રોલિયમ ઍન્ડ ગૅસ મિનિસ્ટ્રી અને એક પ્રાઇવેટ કંપનીને નોટિસ ઇશ્યુ કરી હતી. ડિસ્ટ્રિબ્યુટર્સે ઈરાનના યુદ્ધને પગલે થયેલી કટોકટી બાદ ઘરમાં વપરાતા ગૅસ-સિલિન્ડરનો પુરવઠો વધારવાની માગણી કરી હતી.
