Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં ડ્રેનેજ લાઇન રિપેર કરતી વખતે TMCના કૉન્ટ્રૅક્ટરે ભૂલમાં તૈયાર કરી દીધો શિવલિંગનો આકાર

થાણેમાં ડ્રેનેજ લાઇન રિપેર કરતી વખતે TMCના કૉન્ટ્રૅક્ટરે ભૂલમાં તૈયાર કરી દીધો શિવલિંગનો આકાર

Published : 18 March, 2026 07:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાગરિકોના ટૅક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ થતો નથી અને વિકાસના નામે આવી ગેરરીતિઓ સામે કડક પગલાં લેવાં જરૂરી છે.’

તીન પેટ્રોલ પમ્પ નજીક ડ્રેનેજના કામ દરમ્યાન તૈયાર થયેલી શિવલિંગની ડિઝાઇન.

તીન પેટ્રોલ પમ્પ નજીક ડ્રેનેજના કામ દરમ્યાન તૈયાર થયેલી શિવલિંગની ડિઝાઇન.


મીરા-ભાઈંદરમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા બનાવવામાં આવેલા ફ્લાયઓવરની રચના વિશેનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં થાણેમાં એક સામાન્ય ડ્રેનેજ સમસ્યાના ઉકેલ માટે કરવામાં આવેલા નાના બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે. થાણેના તીન પેટ્રોલ પમ્પ વિસ્તાર નજીક રસ્તાની નીચે ડ્રેનેજ લાઇનના સમારકામ વખતે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના કૉન્ટ્રૅક્ટરે ડ્રેનેજ લાઇનના પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી રચના દેખાવમાં શિવલિંગ જેવી લાગતી હોવાના આક્ષેપોથી સામાજિક કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે.
થાણેના એક સામાજિક કાર્યકર્તા સંગમ ડોંગરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તીન પેટ્રોલ પમ્પ નજીકની ડ્રેનેજલાઇન વારંવાર તૂટી જતી હોવાથી ગંદું પાણી બહાર આવીને રસ્તા પર વહેતું હતું જેના કારણે દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાતી હતી. લાંબા સમયથી આ સમસ્યાથી અમે અને નજીકની સ્કૂલનાં બાળકો પરેશાન હતાં. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક કૉન્ટ્રૅક્ટરે મેઇન હોલના ઢાંકણાની આસપાસ કૉન્ક્રીટનો કઠેડો બનાવી એને નજીકના નાળાના મુખ સુધી જોડ્યો હતો જેથી પાણી સીધું નાળામાં વહી જાય, પરંતુ આ બાંધકામની રચના અને એના ઉપર મૂકવામાં આવેલા પથ્થરોને કારણે એ દેખાવમાં શિવલિંગ જેવું લાગતું હતું. સોમવારે સવારે કૉન્ટ્રૅક્ટરે આ કામ પૂર્ણ કર્યું હતું. કૉન્ટ્રૅક્ટરે બેદરકારીપૂર્વક આવી રચના બનાવીને હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. આ મામલે અમે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નાગરિકોના ટૅક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ થતો નથી અને વિકાસના નામે આવી ગેરરીતિઓ સામે કડક પગલાં લેવાં જરૂરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK