૩૮ વર્ષનો મીરા રોડનો રહેવાસી મોહમ્મદ ખાલીદ શફાકત શેખ વધુ પડતી સ્પીડથી કાર ચલાવી રહ્યો હોવાથી અકસ્માત થયો હતો
બાંદરાથી મરીન ડ્રાઇવ સુધીના કોસ્ટલ રોડ પર ગઈ કાલે રાત્રે એક BMW કારનો ઍક્સિડન્ટ થયો હતો
બાંદરાથી મરીન ડ્રાઇવ સુધીના કોસ્ટલ રોડ પર ગઈ કાલે રાત્રે એક BMW કારનો ઍક્સિડન્ટ થયો હતો. ૩૮ વર્ષનો મીરા રોડનો રહેવાસી મોહમ્મદ ખાલીદ શફાકત શેખ વધુ પડતી સ્પીડથી કાર ચલાવી રહ્યો હોવાથી અકસ્માત થયો હતો જેને લીધે સુરતની મમતા જય શાહ અને મલાડમાં રહેતી સંધ્યા અજય નિર્મલ નામની મહિલા પ્રવાસીઓની સાથે મોહમ્મદ ખાલીદને પણ ઈજા થઈ હતી. પોલીસે મોહમ્મદ ખાલીદ સામે રૅશ ડ્રાઇવિંગ કરીને અકસ્માત કરવાની ફરિયાદ નોંધી હતી.

