૨૦૨૪-’૨૫માં BMCના ૫૯,૯૫૫ કરોડ રૂપિયાના કુલ બજેટમાંથી ૩૧,૭૭૫ કરોડ રૂપિયા તો ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પર જ ખર્ચ કર્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું બજેટ પાંચ ફેબ્રુઆરીએ આવવાનું છે. શુક્રવારે મીડિયા સાથેની ટી-પાર્ટીમાં પત્રકારો સાથે અનૌપચારિક વાતો કરતી વખતે BMCના કમિશનર-ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું કે આ વર્ષે ટૅક્સમાં કોઈ વધારો થાય એવી શક્યતાઓ નથી, પણ પાણીના ચાર્જિસમાં ૮ ટકાના વધારો થઈ શકે છે.
ભૂષણ ગગરાણીએ વધુમાં કહ્યું હતું કે ‘મુંબઈમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના અનેક પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હોવાથી કૅપિટલ એક્સપેન્ડિચર વધી રહ્યું છે. ૨૦૨૪-’૨૫માં BMCના ૫૯,૯૫૫ કરોડ રૂપિયાના કુલ બજેટમાંથી ૩૧,૭૭૫ કરોડ રૂપિયા તો ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પર જ ખર્ચ કર્યા હતા. આવનારાં ચારથી પાંચ વર્ષમાં એ કૅપિટલ વર્ક્સનું પેમેન્ટ કરવાનું છે. જોકે એ માટે ઑલરેડી દર વર્ષે કેટલીક રકમ સાઇડ પર કાઢવામાં આવશે એથી એની ચિંતા નથી.’
ADVERTISEMENT
ખર્ચને પહોંચી વળવા BMCનો પ્લૉટ વેચીને નાણાં ઊભાં કરવાનો પણ વિકલ્પ વિચારાઈ રહ્યો છે. એ ઉપરાંત BMC એની આવકમાં વધારો કરવા સરકાર પાસે પ્રૉપર્ટી ટૅક્સ અને વૉટર ચાર્જિસમાં વધારો કરવા વિનંતી કરશે એમ તેમણે જણાવ્યું હતું.