Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિક્રોલી સ્ટેશન પર બદલાપુર ફાસ્ટ લોકલ પ્લૅટફૉર્મ ચૂકી ગઈ, ચાર ડબ્બા આગળ નીકળી ગયા બાદ ઇમર્જન્સી બ્રેક મારી

વિક્રોલી સ્ટેશન પર બદલાપુર ફાસ્ટ લોકલ પ્લૅટફૉર્મ ચૂકી ગઈ, ચાર ડબ્બા આગળ નીકળી ગયા બાદ ઇમર્જન્સી બ્રેક મારી

Published : 13 April, 2026 07:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાર્ડે તાત્કાલિક ઇમર્જન્સી બ્રેક મારતાં ટ્રેન ઊભી રહી ગઈ હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં વેસ્ટર્ન રેલવેના ભાઈંદર સ્ટેશન પર સ્ટૉપ હોવા છતાં ટ્રેન ઊભી નહોતી રહી અને હવે સેન્ટ્રલ રેલવેની બદલાપુર જતી એક ફાસ્ટ લોકલ ટ્રેન વિક્રોલી સ્ટેશને નિર્ધારિત સ્ટૉપ કરતાં ૪ ડબ્બા આગળ નીકળી ગઈ હતી. ગાર્ડે તાત્કાલિક ઇમર્જન્સી બ્રેક મારતાં ટ્રેન ઊભી રહી ગઈ હતી.

રેલવેના અધિકારીઓએ જણાવ્યા અનુસાર ડાઉન ફાસ્ટ લાઇન પર દોડતી બદલાપુર લોકલ સાંજે ૫.૫૨ વાગ્યે વિક્રોલી સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૩ પર ઊભી રહેવાને બદલે ચાર ડબ્બા જેટલી આગળ નીકળી ગઈ હતી. પ્લૅટફૉર્મ પર ઊભેલા મુસાફરોએ હાથ હલાવીને ડ્રાઇવરનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રેન એની ગતિએ આગળ વધી ગઈ હતી. અંતે ગાર્ડે સમયસૂચકતા વાપરીને ઇમર્જન્સી બ્રેક મારતાં ટ્રેન થંભી ગઈ હતી. સેન્ટ્રલ રેલવેના અધિકારીઓએ ઘટનાની પુષ્ટિ કરી છે અને આ ગંભીર બેદરકારી પાછળનાં કારણોની તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK