વર્ષમાં ૮૩ લાખ વાહનો પાસેથી ૨૦૭ કરોડનો ટોલ વસૂલ કરવામાં આવ્યો
મુંબઈ અને નવી મુંબઈને જોડતા અટલ સેતુને ૩૬૫ દિવસ થયા
મુંબઈ અને નવી મુંબઈને જોડતા ભારતના સૌથી લાંબા ૨૧.૮ કિલોમીટર લંબાઈના છ લેનના અટલ સેતુને ગઈ કાલે એક વર્ષ થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અટલ સેતુ તરીકે ઓળખાતા શિવડી-ન્હાવા સી-લિન્કનું લોકાર્પણ કર્યા બાદ બીજા દિવસથી અહીં વાહનવ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. આ સેતુનું સંચાલન કરતા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ એક વર્ષના આંકડા બહાર પાડ્યા હતા.
૮૩,૦૬,૦૦૯
ADVERTISEMENT
એક વર્ષમાં અટલ સેતુનો ઉપયોગ આટલાં વાહનોએ કર્યો
૨,૦૭,૦૩,૭૧,૨૫૦
વર્ષ દરમ્યાન વાહનદીઠ સરેરાશ ૨૫૦ રૂપિયાના હિસાબે ટોલરૂપે આટલા રૂપિયા પ્રાપ્ત થયા
૬૧,૮૦૭
ગયા વર્ષે લોકાર્પણ થયા બાદના પહેલા દિવસે આટલાં વાહનો આ સેતુમાંથી પસાર થયાં હતાં
૨૨,૬૮૯
વર્ષ દરમ્યાન દરરોજ સરેરાશ આટલાં વાહનો પસાર થયાં
૭૭,૨૮,૧૪૯
વર્ષ દરમ્યાન આટલી કાર પસાર થઈ
૯૯,૬૬૦
વર્ષ દરમ્યાન આટલાં હળવાં વાહન/મિની બસ પસાર થયાં
૧,૧૭,૬૦૪
વર્ષ દરમ્યાન આટલી બસ/બે ઍક્સલની ટ્રક પસાર થઈ
૧,૯૯,૬૩૬
વર્ષ દરમ્યાન આટલાં ત્રણ ઍક્સલનાં વાહનો પસાર થયાં
૧,૬૦,૦૬૧
વર્ષ દરમ્યાન આટલાં ૪થી ૬ એક્સલનાં વાહનો પસાર થયાં
૮૯૯
મોટી સાઇઝનાં આટલાં વાહનો પસાર થયાં
૧૭,૮૪૩
આટલા કરોડ રૂપિયાના ખર્ચે અટલ સેતુ બાંધવામાં આવ્યો છે
૫૬,૭૨,૨૫૦
દરરોજ આટલો ટોલ પ્રાપ્ત થયો