દેશના સૌથી પહેલાં અને વિશ્વના બારમા મુંબઈ અને નવી મુંબઈને જોડતા લાંબા અટલ સેતુ મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક પર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીના સહયોગથી લાર્સન ઍન્ડ ટૂબ્રો દ્વારા બ્રિજના લોકાર્પણ થયાના એક મહિનામાં જ સી-બ્રિજ મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સેંકડો ગુજરાતીઓ સહિત પાંચ હજારથી વધુ દોડવીરોએ ૪૨ કિલોમીટર, ૨૧ કિલોમીટર, ૧૦ કિલોમીટર અને પાંચ કિલોમીટરની લાંબી દોડમાં ભાગ લીધો હતો. આ મૅરથૉન સવારે છ વાગ્યે ફિલ્મ-અભિનેતા અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ દ્વારા લીલી ઝંડી આપીને શરૂ કરવામાં આવી હતી. સામાન્ય મૅરથૉનની જેમ રસ્તામાં કે શરૂઆતમાં દોડવીરોને ચિયર્સ-અપ કરવા માટે આમજનતા હાજર નહોતી. એટલું જ નહીં, દોડવીરો માટે પીવાના પાણીની પણ સુવિધા ન હોવાથી તેમનામાં નારાજગી પ્રવર્તતી હતી.
દોડવીરોએ કહ્યું હતું કે ‘દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ પર દોડવાની એક અલગ મજા હોય છે, પણ આખી ઇવેન્ટનું આયોજન પ્રથમ વાર કરવામાં આવ્યું હોવાથી એમાં અનેક ક્ષતિઓ હતી. આમ છતાં ખુલ્લા વાતાવરણમાં દોડવાની મજા આવી હતી. આટલા લાંબા અટલ સેતુ પર એક અલગ અનુભવ રહ્યો.’
19 February, 2024 07:23 IST | Mumbai | Rohit Parikh/Priti Khuman Thakur