સમીર વાનખેડે(Sameer Wankhede)એ 2021માં શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan Case)ની ધરપકડના સંબંધમાં ₹25 કરોડના કથિત ખંડણીના કેસમાં શુક્રવારે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)માં અરજી કરી હતી.
સમીર વાનખેડે (ફાઈલ ફોટો)
સમીર વાનખેડે(Sameer Wankhede)એ 2021માં શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan Case)ની ધરપકડના સંબંધમાં ₹25 કરોડના કથિત ખંડણીના કેસમાં શુક્રવારે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)માં અરજી કરી હતી.
વાનખેડેએ પોતાની અપીલમાં કહ્યું હતું કે તેમની સામે સીબીઆઈની કાર્યવાહી બદલો લેવાનું કૃત્ય છે. બપોરે 2.30 વાગ્યે તાત્કાલિક સુનાવણીની મંજૂરી આપવામાં આવી છે. NCBના મુંબઈ ઝોનના ભૂતપૂર્વ વડા ગુરુવારે CBIના સમન્સ સામે હાજર થયા ન હતા કારણ કે તેમને દિલ્હી હાઈકોર્ટ દ્વારા 22 મે સુધી ધરપકડથી રક્ષણ આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
દિલ્હી હાઈકોર્ટે 17 મેના રોજ સમીર વાનખેડેને વધુ રાહત માટે બોમ્બે હાઈકોર્ટમાં જવાની સ્વતંત્રતા આપી હતી. દિલ્હી હાઈકોર્ટમાં તેણે એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહ સામે ક્રોસ એફઆઈઆરની પણ માંગ કરી હતી.
આ પણ વાંચો: ‘દેશભક્ત હોવાની સજા મળી રહી છે’:CBIના દરોડા બાદ સમીર વાનખેડેની પહેલી પ્રતિક્રિયા
વાનખેડે સીબીઆઈ સમક્ષ હાજર થયા ન હતા
પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડે ગુરુવારે CBI સમક્ષ પૂછપરછ માટે હાજર થયા ન હતા. વાનખેડે અને અન્યો પર 2021ના કાર્ડેલિયા ક્રુઝ ડ્રગ કેસમાં આર્યન ખાનને બચાવવાના નામે શાહરૂખ ખાન પાસેથી કથિત રીતે 25 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે.
જોકે, પૂરતા પુરાવાના અભાવે એનસીબીએ આર્યન ખાનનું નામ ચાર્જશીટમાં સામેલ કર્યું ન હતું. તે જ સમયે, વાનખેડેએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે તપાસ દરમિયાન તેમનું અપમાન કરવામાં આવ્યું હતું અને હેરાન કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલી NCB તપાસના આધારે, શાહરૂખ ખાન પાસેથી કથિત રીતે લાંચની માંગણી કરવા બદલ વાનખેડે અને અન્ય ચાર વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. જેના પગલે વાનખેડેએ અગાઉ ગુરુવારે એજન્સી સમક્ષ હાજર થવાની ઓફર કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે વાનખેડે ગુરુવારે પૂછપરછ માટે આવ્યા ન હતા.