Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોણ છે મુકેશ અંબાણીના ખાસ મિત્ર, જે રિલાયન્સ માટે વિના સેલરીએ કરે છે કામ?

કોણ છે મુકેશ અંબાણીના ખાસ મિત્ર, જે રિલાયન્સ માટે વિના સેલરીએ કરે છે કામ?

Published : 28 March, 2024 01:58 PM | Modified : 28 March, 2024 04:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શું તમે દેશ અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના `ખાસ` મિત્ર વિશે જાણો છો? મુકેશ અંબાણીના આ `ખાસ` મિત્ર તેમના એટલા નજીક છે કે તેમણે પોતાની કંપની છોડીને રિલાયન્સમાં વર્ષો સુધી વિના સેલરીએ કામ કર્યું.

મુકેશ અંબાણી (ફાઈલ તસવીર)

મુકેશ અંબાણી (ફાઈલ તસવીર)


કી હાઇલાઇટ્સ

  1. કોણ છે મુકેશ અંબાણીના ખાસ મિત્ર?
  2. જેમને ધીરુભાઈ અંબાણી માનતા હતા પોતાનો ત્રીજો દીકરો
  3. જેમણે રિલાયન્સ માટે વિના સેલરીએ કર્યું કામ

Anand Jain, Mukesh Ambani Closest Friend: અંબાણી પરિવારના લગભગ દરેક સભ્ય વિશે લોકો જાણે છે. પછી તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમેન મુકેશ અંબાણી હોય કે તેમનાં પત્ની નીતા અંબાણી... અંબાણી પરિવારના બાળકો હોય કે દાદી કોકિલાબેન અંબાણી. લોકો તેમના વિશે ખૂબ જ સર્ચ કરીને વાંચે છે. પણ શું તમે દેશ અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના `ખાસ` મિત્ર વિશે જાણો છો? મુકેશ અંબાણીના આ `ખાસ` મિત્ર તેમના એટલા નજીક છે કે તેમણે પોતાની કંપની છોડીને રિલાયન્સમાં વર્ષો સુધી વિના સેલરીએ કામ કર્યું. રિલાયન્સના ફાઉન્ડ ધીરુભાઈ અંબાણી તેમને પોતાનો `ત્રીજો દીકરો` માનતા હતા.


કોણ છે મુકેશ અંબાણીના ખાસ મિત્ર?
Anand Jain, Mukesh Ambani Closest Friend: વર્ષ 1975માં જન્મેલા આનંદ જૈન જૈન કૉપ લિમિટેડના ચૅરમેન છે. 30 વર્ષ સુધી રિયલ એસ્ટેટ, ફાઈનાન્સ અને કેપિટલ માર્કેટનો અનુભવ ધરાવતા આનંદને વેપારમાં જગતમાં લોકો AJના નામે ઓળખે છે. મુકેશના અંબાણીના ખાસ મિત્ર આનંદ જૈને મિત્રતા માટે વર્ષો સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વિના સેલરીએ કામ કર્યું. ઈકોનૉમિક ટાઈમ્સના રિપૉર્ટ પ્રમાણે આનંદ અને મુકેશ અંબાણીની મિત્રતા 25 વર્ષ જૂની છે.



સ્કૂલના બેસ્ટ ફ્રેન્ડ
મુકેશ અંબાણી અને આનંદ જૈને એકસાથે સ્કૂલિંગ કર્યું હતું. મુંબઈની હિલ ગ્રેની હાઈસ્કૂલમાં સાથે અભ્યાસ કર્યા બાદ બંનેએ મુંબઈમાં કોલેજમાં સાથે અભ્યાસ કર્યો હતો. મુકેશ અંબાણી વધુ અભ્યાસ માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ગયા. આનંદ જૈન પણ પોતાના બિઝનેસ માટે દિલ્હી આવ્યા હતા. અહીં તેમણે જૈન કૉપની શરૂઆત કરી. 1918માં જ્યારે મુકેશ પોતાનો અભ્યાસ પૂરો કરીને મુંબઈ પાછા આવ્યા ત્યારે તેમણે આનંદને પાછા બોલાવ્યા. (Anand Jain, Mukesh Ambani Closest Friend)


આનંદ જૈન પણ તેમના મિત્રના આમંત્રણ પર દોડી આવ્યા
મિત્રના આમંત્રણ પર આનંદ બધું છોડીને મુંબઈ પાછા ગયા. પોતાનો બિઝનેસ છોડીને તેઓ મુકેશ અંબાણી સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જોડાયા. બંને ત્યાં સાથે કામ શીખ્યા. બંનેએ ધીરુભાઈ અંબાણીની દેખરેખમાં બિઝનેસની દરેક બાબત ઝીણવટપૂર્વક શીખી હતી. ધીરુભાઈ અંબાણી આનંદને ખૂબ પસંદ કરતા હતા. તેમને તેમના નજીકના મિત્રોમાં રાખ્યા.

વર્ષો સુધી પગાર વગર કામ કર્યું
ઈકોનૉમિક ટાઈમ્સ અનુસાર, વર્ષ 1980માં જ્યારે ધીરુભાઈ અંબાણી અને રિલાયન્સ બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બેર કાર્ટેલ મનુ માણેકથી ઘેરાયેલા હતા, ત્યારે આનંદ જૈને ધીરુભાઈ અંબાણીને તે શેરબજારના બુલને દબાવવામાં ઘણી મદદ કરી હતી. આ પછી તે અંબાણી પરિવાર અને ધીરુભાઈ અંબાણીની ખૂબ નજીક થઈ ગયા. તેમને રિલાયન્સમાં ઘણા મહત્વપૂર્ણ પદોની જવાબદારી આપવામાં આવી હતી. ધીરુભાઈ અંબાણીએ તેમને રિલાયન્સ કેપિટલના વાઇસ ચેરમેન બનાવ્યા. આ સિવાય તેમને રિલાયન્સના પેટ્રોકેમિકલ બિઝનેસ ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (IPCL)ની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે, જ્યારે અનિલ અંબાણી અને મુકેશ અંબાણી વચ્ચે બિઝનેસને લઈને વિવાદ થયો ત્યારે તેમને ઘણા આરોપોનો સામનો પણ કરવો પડ્યો હતો.


મુકેશ અંબાણીના સલાહકાર
Anand Jain, Mukesh Ambani Closest Friend: મુકેશ અંબાણી આનંદને પોતાના સલાહકાર માને છે. કોઈપણ ડીલ કે ગંભીર મુદ્દા પર તે આનંદનો અભિપ્રાય લેવાનું ક્યારેય ભૂલતા નથી. આનંદ હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. ખાસ વાત એ છે કે તેમણે ક્યારેય રિલાયન્સમાં પોતાના કામ માટે પગાર લીધો નથી. રિલાયન્સ અંબાણીના રિયલ એસ્ટેટ રોકાણ પાછળ આનંદ જૈનનું મગજ છે.

દીકરાએ ડ્રીમ 11 કંપની શરૂ કરી
આનંદ જૈનના પુત્ર હર્ષ જૈને ફૅન્ટેસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ 11 કંપની શરૂ કરી. આજે તેમની કંપનીની વેલ્યુએશન 8 બિલિયન ડોલરથી વધુ છે. Dream11 એ ભારતની અગ્રણી `યુનિકોર્ન` છે. હર્ષ જૈન રૂ. 65,000 કરોડની બ્રાન્ડના સહ-સ્થાપક છે. જ્યારે 2007માં ફોર્બ્સ ઈન્ડિયાના 40 સૌથી ધનિકોની યાદીમાં આનંદ જૈન 11મા ક્રમે હતા.

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2024 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK