યુગાન્ડાના નાગરિક સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબસ્ટન્સિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓને યુગાન્ડાના નાગરિક પાસેથી ૭.૮૫ કરોડનું ૭૮૫ ગ્રામ કોકેન મળી આવ્યું હતું.
કસ્ટમ્સના ઑફિસરે કહ્યું હતું કે ‘ઍરપોર્ટ પર ગયા મંગળવારે યુગાન્ડાના એક પૅસેન્જર પર શંકા જતાં અમે તેને અટકાવ્યો હતો અને પછી તેની પૂછપરછ કરવામાં આવી હતી. એ દરમ્યાન તે અકદમ અસ્વસ્થ થઈ જતાં તેણે કબૂલી લીધું હતું કે તેણે યલો કલરની ઘણી બધી કૅપ્સ્યુલ ગળી લીધી છે. તેની મેડિકલ ટેસ્ટ કરવામાં આવી હતી. એ પછી ડૉક્ટરની દોરવણી હેઠળ તેની પાસેથી એ કૅપ્સ્યુલ પાછી મેળવાઈ હતી. એ કૅપ્સ્યુલમાં ૭૮૫ ગ્રામ કોકેન મળી આવ્યું હતું. યુગાન્ડાના નાગરિક સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબસ્ટન્સિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.’

