Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણમાં રખડતા શ્વાનના કરડવાથી ૭ વર્ષના બાળકનો જીવ ગયો

કલ્યાણમાં રખડતા શ્વાનના કરડવાથી ૭ વર્ષના બાળકનો જીવ ગયો

Published : 28 February, 2026 07:14 AM | Modified : 28 February, 2026 02:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે દિવસ પહેલાં કલ્યાણમાં ૩૦ વર્ષના એક યુવકે શ્વાન કરડવાથી અને હડકવાનાં લક્ષણો દેખાતાં આત્મહત્યા કરી હતી

શ્વાનના હુમલામાં જીવ ગુમાવનાર બાળક ખુશીલ વાઘ.

શ્વાનના હુમલામાં જીવ ગુમાવનાર બાળક ખુશીલ વાઘ.


બે દિવસ પહેલાં કલ્યાણમાં ૩૦ વર્ષના એક યુવકે શ્વાન કરડવાથી અને હડકવાનાં લક્ષણો દેખાતાં આત્મહત્યા કરી હતી. આ ઘટના હજી તાજી જ હતી ત્યારે રખડતા શ્વાનના કરડવાથી કલ્યાણમાં ૭ વર્ષના એક બાળકે જીવ ગુમાવ્યો છે અને બીજું એક બાળક ગંભીર રીતે ઘાયલ થયું છે. કલ્યાણ નજીક એક ગામમાં રસ્તા પર પસાર થઈ રહેલાં નાનાં બાળકો પર શ્વાને હુમલો કર્યો હતો. આ હુમલામાં બે નાનાં બાળકો ઘાયલ થયાં હતાં. બન્ને બાળકોના હાથ-પગમાં ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યાં ૭ વર્ષના છોકરાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં રખડતા શ્વાનના હુમલાઓની સંખ્યા વધી છે. તેથી લોકોએ આ બાબતે તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2026 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK