વૈશાલી ઓમ્બલેએ કહ્યું, "મારા પિતાનું સ્મારક તેમના વતન કેદમ્બે ગામમાં બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેના નિર્માણ કાર્યમાં જ કૌભાંડ થયું છે. ટૅન્ડર પ્રક્રિયામાં ગેરરીતિઓ થઈ છે. અમે વારંવાર અવાજ ઉઠાવ્યો, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં."
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શહીદ તુકારામ ઓમ્બલે (ફાઇલ તસવીર)
૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને પકડનાર શહીદ પોલીસ જવાન તુકારામ ઓમ્બલેના સ્મારક બનાવવામાં કૌભાંડના આક્ષેપો કરવામાં આવ્યા છેસ . તેમની પુત્રી, વૈશાલી ઓમ્બલેએ સાતારા જિલ્લાના કેદમ્બે ગામમાં બની રહેલા આ સ્મારકની ટૅન્ડર પ્રક્રિયામાં ગેરરીતિઓ થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ મામલે તપાસ કરવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. વૈશાલી ઓમ્બલેનું કહેવું છે કે પરિવારે અનેકવાર આ મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ તેમની ફરિયાદો પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અગાઉ તેમણે સાતારાના જિલ્લા કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરી હતી. હવે, તેમણે ન્યાય મેળવવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અપીલ કરી છે.
ટૅન્ડર પ્રક્રિયામાં કૌભાંડના આક્ષેપો
ADVERTISEMENT
વૈશાલી ઓમ્બલેએ કહ્યું, "મારા પિતાનું સ્મારક તેમના વતન કેદમ્બે ગામમાં બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેના નિર્માણ કાર્યમાં જ કૌભાંડ થયું છે. ટૅન્ડર પ્રક્રિયામાં ગેરરીતિઓ થઈ છે. અમે વારંવાર અવાજ ઉઠાવ્યો, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. અમે સાતારાના જિલ્લા કલેક્ટરને પણ ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લોકો હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આમાં પૈસાની લેવડદેવડ થઈ છે. તેથી, અમે સરકાર પાસે ન્યાયની માગ કરીએ છીએ." તેમણે જવાબદારોને શોધી કાઢવા માટે તપાસની અને તેમની સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. વધુમાં, તેમણે સ્મારકનું બાંધકામ પારદર્શક રીતે પૂર્ણ થાય તેવો આગ્રહ પણ રાખ્યો છે.
મુખ્યમંત્રીને મળવાની વિનંતી
વૈશાલીએ જણાવ્યું, "આ મામલે દોષિતોની તપાસ થવી જોઈએ અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. મારા પિતાએ દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. તેમના અવસાન બાદ જો આવી ઘટનાઓ બનતી હોય, તો તે આવનારી પેઢીઓને કેવો સંદેશ આપે છે? અમે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે ન્યાયની માગ કરીએ છીએ. આજે મંત્રાલય (રાજ્ય સચિવાલય) ખાતે અમારી તેમની સાથે મુલાકાત પણ થવાની છે."
૯.૬૪ કરોડ રૂપિયાના ખર્ચે સ્મારકનું બનશે
સતારા જિલ્લાના જાવલી તાલુકામાં આવેલા કેદમ્બે ગામમાં શહીદ તુકારામ ઓમ્બલેનું સ્મારક બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે કામ શરૂ કરવાનો આદેશ ૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે મંજૂર કરાયેલ ટૅન્ડર મૂલ્ય ૯,૬૪,૦૦,૪૮૬ રૂપિયા છે. ટૅન્ડરની શરતો મુજબ, કામ શરૂ કરવાનો આદેશ મળ્યાના ૨૪ મહિનાની અંદર બાંધકામ પૂર્ણ કરવાનું હતું. જોકે, ઉપલબ્ધ માહિતી અનુસાર, ૧૧ મહિના વીતી ગયા હોવા છતાં, આ સ્મારક માટે હજી સુધી `ભૂમિ પૂજન` પણ થયું નથી. આ સંદર્ભમાં, વિવિધ સંસ્થાઓએ મેઢાના તહેસીલદારને આવેદનપત્ર સુપરત કરીને સ્મારકનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માગ કરી છે. કોઈ કાર્યવાહી ન થતાં, હવે આ સંસ્થાઓએ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.
