Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સેન્ટ્રલ રેલવેમાં AC લોકલ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતા ૧.૨ લાખ મુસાફરો ઝડપાયા

સેન્ટ્રલ રેલવેમાં AC લોકલ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતા ૧.૨ લાખ મુસાફરો ઝડપાયા

Published : 15 April, 2026 12:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેલવે-પ્રશાસને આ વર્ષે દંડ પેટે વિક્રમી ૨૫૨ કરોડ રૂપિયાની વસૂલાત કરી છે જે ગયા વર્ષ કરતાં લગભગ ૨૪ ટકા વધુ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સેન્ટ્રલ રેલવે દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ટિકિટ વિના મુસાફરી કરનારાઓ વિરુદ્ધ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના પરિણામે પકડાયેલા મુસાફરો અને દંડની વસૂલાતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. માત્ર ઍર કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનોમાં ૧.૨૩ લાખ મુસાફરો ટિકિટ વિના ઝડપાયા હતા. મુસાફરોની સંખ્યા ગયા વર્ષની સરખામણીએ પચીસ ટકાનો વધારો દર્શાવે છે. રેલવેના સમગ્ર નેટવર્ક પર કુલ કેસોની સંખ્યા ૧૦ ટકા વધીને ૪૧.૯ લાખ સુધી પહોંચી છે.

રેલવે-પ્રશાસને આ વર્ષે દંડ પેટે વિક્રમી ૨૫૨ કરોડ રૂપિયાની વસૂલાત કરી છે જે ગયા વર્ષ કરતાં લગભગ ૨૪ ટકા વધુ છે. આ કુલ રકમમાંથી ૩.૯ કરોડનો દંડ માત્ર AC સેવાઓ દરમ્યાન પકડાયેલા મુસાફરો પાસેથી વસૂલવામાં આવ્યો છે.  


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK