Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > દુનિયાભરમાં રોજ ઍવરેજ ટેક કંપનીઓના ૧૬૦૦ કર્મચારીઓ નોકરી ગુમાવી રહ્યા છે

દુનિયાભરમાં રોજ ઍવરેજ ટેક કંપનીઓના ૧૬૦૦ કર્મચારીઓ નોકરી ગુમાવી રહ્યા છે

Published : 20 January, 2023 11:39 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍમેઝૉન એના ૧૮,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાના પ્લાનના ભાગરૂપે અમેરિકા, કૅનેડા અને કોસ્ટા રિકામાં સ્ટાફમાં ઘટાડો કરશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વૉશિંગ્ટન : સમગ્ર દુનિયામાં અનેક ટેક કંપનીઓ મંદી અને સ્લોડાઉનના ભય વચ્ચે મોટા પાયે કર્મચારીઓની છટણી કરી રહી છે. ડેટા અનુસાર ઍમેઝૉન, વિમેઓ, સેલ્સફોર્સ સહિતની કંપનીઓએ જાન્યુઆરીના પહેલા છ દિવસમાં ૩૦,૬૧૧ કર્મચારીઓને નોકરીમાંથી આઉટ કર્યા હતા. આ વર્ષે ભારત સહિત દુનિયાભરમાં દરરોજ ટેક કંપનીઓના ઍવરેજ ૧૬૦૦ કર્મચારીઓ નોકરી ગુમાવી રહ્યા છે. ઍમેઝૉન એના ૧૮,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાના પ્લાનના ભાગરૂપે અમેરિકા, કૅનેડા અને કોસ્ટા રિકામાં સ્ટાફમાં ઘટાડો કરશે. આ પહેલાં માઇક્રોસૉફ્ટે બુધવારે ૧૦,૦૦૦ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. વિડિયો હોસ્ટિંગ પ્લૅટફૉર્મ વિમેઓએ ‘મુશ્કેલ સમય’ના કારણે એના કર્મચારીઓની સંખ્યામાં ૧૧ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ક્રિપ્ટો એક્સચેન્જ હુઓબીએ પણ એના સ્ટાફમાંથી ૨૦ ટકાની હકાલપટ્ટી કરવા માટે પ્લાનિંગ કર્યું છે. સૉફ્ટવેર કંપની સેલ્સફોર્સે જણાવ્યું છે કે એના ૧૦ ટકા કર્મચારીઓને નોકરીમાંથી આઉટ કરવામાં આવશે. નોંધપાત્ર છે કે આ કંપનીએ મહામારી દરમ્યાન ૫૦ ટકા કર્મચારીઓની ભરતી કરી હતી. આ છટણીની ભારતમાં પણ અસર જોવા મળી હતી. અનેક ભારતીય ટેક કંપનીઓએ પણ તાજેતરમાં તેમના સ્ટાફમાં ઘટાડો કર્યો છે. વળી ભારતમાં કામ કરતી અનેક મલ્ટિનૅશનલ કંપનીઓએ પણ તેમના કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2023 11:39 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK