આ લિસ્ટમાં ભારતની એર ઇન્ડિયાએ વૈશ્વિક સ્તરે ૫૭મું સ્થાન મેળવ્યું છે. ૨૦૨૫માં એર ઇન્ડિયાનું સ્થાન ૮૪મું હતું
પ્રતીકાત્મક તસવીર
વર્ષ ૨૦૨૬ માટે વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન્સની યાદીમાં સિંગાપોર એરલાઇન્સે ટોચનું સ્થાન મેળવ્યું છે. એવિયેશન ઇન્ડસ્ટ્રીમાં સ્કાયટ્રેક્સના ‘વર્લ્ડ એરલાઇન અવૉર્ડ્સ’ને ઑસ્કર અવૉર્ડ માનવામાં આવે છે. સિંગાપોર એરલાઇન્સે કતર એરવેઝ અને કૅથે પેસિફિકને પાછળ છોડીને વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન્સના ૨૦૨૬ના રૅન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સિંગાપોર એરલાઇન્સે વર્લ્ડ એરલાઇન અવૉર્ડ્સના ઇતિહાસમાં છઠ્ઠી વખત ઓવરઑલ ટાઇટલ જીત્યું હતું. તેણે બેસ્ટ ઇકૉનૉમી ક્લાસ અને શ્રેષ્ઠ ઇકૉનૉમી ક્લાસ ઑનબોર્ડ કૅટરિંગ અવૉર્ડ પણ જીત્યો હતો.
એર ઇન્ડિયા અને ઇન્ડિગો
આ લિસ્ટમાં ભારતની એર ઇન્ડિયાએ વૈશ્વિક સ્તરે ૫૭મું સ્થાન મેળવ્યું છે. ૨૦૨૫માં એર ઇન્ડિયાનું સ્થાન ૮૪મું હતું. આમ અેણે રૅન્કિંગમાં સુધારો કર્યો છે. જોકે ઇન્ડિગો ગયા વર્ષના ૩૯મા સ્થાને હતી અે નીચે સરકીને ૬૧મા સ્થાને પહોંચી છે.
