Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાએ જૂના ટાર્ગેટિંગ ડેટાના આધારે ઈરાની સ્કૂલને નિશાન બનાવી હતી

અમેરિકાએ જૂના ટાર્ગેટિંગ ડેટાના આધારે ઈરાની સ્કૂલને નિશાન બનાવી હતી

Published : 14 March, 2026 09:52 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાની તપાસ-એજન્સીએ સ્વીકાર્યું કે ઈરાનની સ્કૂલ પર હુમલા માટે અમેરિકાની સેના જવાબદાર છે

મિનાબ શહેરમાં આવેલી શજરાહ તય્યબેહ સ્કૂલ પર મિસાઇલ હુમલો થયો હતો

મિનાબ શહેરમાં આવેલી શજરાહ તય્યબેહ સ્કૂલ પર મિસાઇલ હુમલો થયો હતો


અમેરિકા-ઇઝરાયલે ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો એ જ દિવસે મિનાબ શહેરમાં આવેલી શજરાહ તય્યબેહ સ્કૂલ પર મિસાઇલ હુમલો થયો હતો. આ હુમલામાં નિર્દોષ ૧૬૦ છોકરીઓ મૃત્યુ પામી હતી એની વૈશ્વિક સ્તરે આલોચના થતાં ડોનલ્ડ ટ્રમ્પે દોષનો ટોપલો ઈરાન પર જ ઢોળ્યો હતો. જોકે પેન્ટાગૉનના મિલિટરી ઇન્વેસ્ટિગેટરોની ટીમનો રિપોર્ટ સામે આવ્યો છે એમાં એવો સંકેત મળ્યો છે કે ૨૮ ફેબ્રુઆરીએ સ્કૂલ પર થયેલો હુમલો અમેરિકાની સેનાની ભૂલને કારણે થયો હતો. અમેરિકાની સેનાએ ઈરાની નૌસેનાના બેઝને નિશાન બનાવતી વખતે જૂના અને ખોટા ટાર્ગેટિંગ ડેટાનો ઉપયોગ કર્યો હતો. એને કારણે ટૉમહૉક ક્રૂઝ મિસાઇલ સ્કૂલ પર જઈ પડી હતી. જૂના રિપોર્ટ મુજબ સ્કૂલનું આ બિલ્ડિંગ પહેલાં સૈન્ય પરિસરનો જ હિસ્સો હતું, પરંતુ પછી એ બિલ્ડિંગમાં સ્કૂલ બનાવવામાં આવી હતી.

આ રિપોર્ટ બાબતે વાઇટ હાઉસે કહ્યું છે કે મિલિટરી ઇન્વેસ્ટિગેટરની તપાસનો જે પણ નિષ્કર્ષ આવે, સરકાર એનો સ્વીકાર કરશે.


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2026 09:52 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK