૧૫ કલાક સુધી કાટમાળમાં ફસાયેલી રહી ત્રણ જિંદગી
એક વડીલ મહિલા અને તેમની બે પૌત્રી ઘરના કાટમાળ નીચે એક નાનકડી જગ્યામાં ફસાયેલી જોવા મળી હતી
મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. હજી પણ બચાવકર્મી, સ્નિફર ડૉગ્સ અને પૅરામેડિક્સ કાટમાળ નીચે જીવિત લોકોને શોધવા જહેમત કરી રહ્યા છે. એવામાં જીવિત લોકોની કહાણી જમીની સ્તરથી સામે આવી રહી છે.
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક વડીલ મહિલા અને તેમની બે પૌત્રી ઘરના કાટમાળ નીચે એક નાનકડી જગ્યામાં ફસાયેલી જોવા મળી હતી. બાળકીઓએ બચાવકર્મીઓનું ધ્યાન ખેંચવા માટે કૉન્ક્રીટ પર બટર નાઇફથી અવાજ કર્યો. મદદ માટે પાડવામાં આવેલી તેમની ચીસો કૅમેરામાં કેદ થઈ હતી. બચાવકર્મીઓએ હાલ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે, પરંતુ આ પહેલાં આ ત્રણેય વ્યક્તિ ૧૫ કલાક સુધી કાટમાળ નીચે ફસાયેલી હતી.
ADVERTISEMENT
આ લોકો મિસિંગ છે
મ્યાનમારમાં મૅન્ડલેમાં ધરાશાયી થયેલા બિલ્ડિંગની બહાર લાપતા લોકોની તસવીરોવાળું પોસ્ટર મૂકવામાં આવ્યું છે.

