નવા કિંગે સિનિયર સલાહકારોની સાથે ચર્ચાવિચારણા કરીને આ નિર્ણય કર્યો છે
બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીય
લંડન : બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીય અને તેમનાં વાઇફ કેમિલિયાનો ભવ્ય રાજ્યાભિષેક આ વર્ષે મે મહિનામાં થશે, જેમાં નવા કિંગ પરંપરા તોડવા જઈ રહ્યા છે. તેમણે સદીઓથી સમ્રાટો દ્વારા પહેરવામાં આવતાં પરંપરાગત શાહી વસ્ત્રો પહેરવાની ના પાડી છે.
આ પહેલાંના રાજ્યાભિષેકોમાં સમ્રાટ પરંપરાગત રીતે સિલ્ક સ્ટૉકિંગ્ઝ અને બ્રીચીઝ પહેરતા હતા. જોકે હવે જણાવવામાં આવ્યું છે કે કિંગ ચાર્લ્સ આ પરંપરા અને બીજા કેટલાક રિવાજો પણ બદલશે. તેઓ મિલિટરી યુનિફૉર્મ પહેરશે. નવા કિંગે સિનિયર સલાહકારોની સાથે ચર્ચાવિચારણા કરીને આ નિર્ણય કર્યો છે. આ સિનિયર સલાહકારોએ જણાવ્યું હતું કે આ પરંપરાગત વસ્ત્રો ખૂબ જ જૂના છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સુનકે બ્રિટનના લોકોને મુશ્કેલ નિર્ણયો માટે તૈયાર રહેવા જણાવ્યું
કિંગ ચાર્લ્સ અને તેમનાં વાઇફ કેમિલિયાનો ભવ્ય રાજ્યાભિષેક છઠ્ઠી મેએ થશે. એ વેસ્ટમિન્સ્ટર અબ્બેમાં યોજાશે, જેના બીજા દિવસે એક કૉન્સર્ટ યોજાશે, જેમાં એન્ટરટેઇનમેન્ટની દુનિયામાંથી સૌથી મોટાં નામ પર્ફોર્મ કરશે સાથે જ સમગ્ર દેશનાં બિલ્ડિંગ્સમાં રોશની ફેલાશે.
રવિવારે સ્ટ્રીટ પાર્ટીસ પણ યોજાશે, જેમાં જુદી-જુદી કમ્યુનિટીઝ અને આસપાસના લોકોને સાથે આવીને ફૂડ શૅર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.