ઑપરેશન સિંદૂરમાં ભારતીય સૈન્યએ આ મરકઝને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
બિલાલ આરિફ સલાફી
પાકિસ્તાનના મુરિદકેમાં મરકઝ તય્યબામાં અજાણ્યા બંદૂકધારીઓએ લશ્કર-એ-તય્યબા (LeT)ના કમાન્ડર બિલાલ આરિફ સલાફીની ગોળી મારીને હત્યા કરી હતી. આ હુમલો ઈદની નમાજ પછી થોડી વારમાં થયો હતો. ઘટનાસ્થળ પરથી મળેલા વિડિયોમાં આ ઘટના બાદ ગભરાટ અને લોહીથી લથપથ સલાફી જમીન પર પડેલો જોવા મળે છે, જ્યારે લોકો તેને ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હત્યા પાછળનો હેતુ હજી સુધી જાણી શકાયો નથી.
બિલાલ આરિફ સલાફી LeTનો ઉચ્ચ કક્ષાનો કમાન્ડર હતો. સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તે મુરિદકે સેન્ટરમાં આતંકવાદીઓની પ્રાથમિક ભરતી કરતો હતો. તે સમગ્ર પાકિસ્તાનમાંથી યુવાનોને કાશ્મીર જેહાદમાં જોડાવા માટે ઓળખવા અને કટ્ટરપંથી બનાવવા માટે જવાબદાર હતો. આતંકવાદીઓને વૈચારિક તાલીમ આપવા માટે તે મરકઝ તય્યબાનો બેઝ તરીકે ઉપયોગ કરતો હતો.
ADVERTISEMENT
ઑપરેશન સિંદૂરમાં ભારતીય સૈન્યએ આ મરકઝને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
